Friday, October 4, 2013

Happy Birth Day Google: જાણો ક્યાં અને કેવી રીતે થઇ ગૂગલની શરૂઆત



નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર

છેલ્લા થોડા વર્ષોમાં વિશ્વમાં ઘણો એવો બદલાવ આપણને જોવા મળી રહ્યો છે જેણે આપણા બધાના જીવનને ઘણું સહેલું બનાવી દીધું છે અને એમાં સૌથી મોટુ યોગદાનઇન્ટરનેટનું રહ્યું છે.

ઇન્ટરનેટ પર જ્યારે તમારે કંઇ શોધવુ હોય તો તમે કયા સર્ચ એન્જિનનો ઉપયોગ કરો છો અને એમાં સૌથી અગ્રેસર છે ગૂગલ સર્ચ. આજે ગૂગલ સર્ચનો 15મો B'day છે. ગૂગલ સર્ચ સફળતાનુ બીજુ નામ છે જેને છેલ્લા 15 વર્ષોમાં અનેક નવા સીમાચિહ્નો સેટ કર્યા છે. આજે ગૂગલનો જન્મદિવસ છે અને એટલે આજે એણે પોતાના હોમ પેજની ડિઝાઇન પણ બદલી છે.

બર્થ ડેના દિવસે ગૂગલે તેના હોમ પેજની નવી ડિઝાઇન તૈયાર કરી છે. 

ગેરેજથી થઇ ગૂગલની શરૂઆત

તમને જાણીને નવાઇ લાગશે કે, ગૂગલની શરૂઆત એક ગેરેજથી થઇ છે. ગૂગલ કંપનીના સહ-સ્થાપકો સર્ગે બ્રિન અને લેરી પેજની મુલાકાત 1995માં થઇ હતી. આ બંન્નેએ 4 સપ્ટેમ્બર 1998ના રોજ ગૂગલની શરૂઆત કરી હતી પરંતુ છેલ્લા 15 વર્ષોમાં આ સર્ચ એન્જીનનો જાદુ એવો ચાલ્યો કે, જ્યારે પણ કંઇ શોધવાની વાત આવે તો દરેક લોકોના મોંઢે પહેલા ગૂગલનું નામ આવતુ હોય છે.

ગૂગલની સત્તાવાર રીતે શરૂઆત 4 સપ્ટેમ્બર 1998ના રોજ થઇ હતી. આજે આ કંપની સંપૂર્ણ વિશ્વમાં નંબર 1 પર પહોંચી ગઇ છે. આ ગૂગલ સર્ચમાં 32 હજાર લોકો કામ કરે છે. કોઇ પણ વિવાદો વગર ગૂગલ ડોટ કોમ દુનિયામાં સૌથી વધુ જોનારી વેબસાઇટોમાં અવ્વલ છે.

જાણો છેલ્લા 15 વર્ષોમાં ગૂગલનો બદલાવ

ગૂગલનું સૌથી પહેલું અને ઓરિજિનલ નામ બૈકરબ હતું.

વર્ષ 1996માં કંપનીએ ઔપચારિક શરૂઆત પહેલા જે પહેલુ સ્ટોરેજ બનાવ્યુ તેની સ્ટોરેજ ક્ષમતા લગભગ 40 જીબી હતી જે આજના આઇપોડ કરતા પણ ઓછી છે.

જુલાઇ, 2001માં ગૂગલ સર્ચ એન્જિનમાં ઇમેજ સર્ચનુ ઓપ્શનજોડવામાં આવ્યુ.

સપ્ટેમ્બર, 2002માં ગૂગલે 4000 ન્યૂઝ સોર્સની સાથે ગૂગલ ન્યૂઝ પેશ કર્યુ.

ઓક્ટોબર, 2004માં ગૂગલે તેની એસએમએસ સેવાની શરૂઆત કરી હતી.

જૂન, 2005માં ગૂગલ અર્થના સર્વિસની શરૂઆત થઇ.

ઓગસ્ટ, 2005માં ગૂગલટોક પેશ કર્યુ હતુ.

ફેબ્રુઆરી, 2006માં ગૂગલે ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ જીટોકને જીમેલની સાથે પેશ કર્યુ હતું.

સપ્ટેમ્બર, 2008ના રોજ કંપનીએ ઇન્ટરનેટ બ્રાઉઝર ક્રોમને લોન્ચ કર્યુ.

માર્ચ, 2009માં ગૂગલે ગૂગલ વૉઇસ પેશ કર્યુ.

ફેબ્રુઆરી, 2012માં ગૂગલે ક્રોમ બ્રાઉઝરને મોબાઇલ યુઝર્સ માટે પણ લોન્ચ કર્યો હતો.

અંતમાં માર્ચ, 2013ના રોજ ગૂગલે Google હેંગઆઉટ પેશ કર્યુ હતું.

No comments:

Post a Comment