કમ્પ્યુટર નોલેજ
તમે ઘણી વખત પોતાનું કોઈ કામ Excel માં કરતા હશો કારણ કે ગણતરીઓને લગતું કામ સેકન્ડમાં જ માઇક્રોસોફ્ટExcel માં થઈ જાય છે. એવામાં જો આ એક્સેલની ફાઇલ કોઈ ભૂલથી પણ ઓપન કરી દે અથવા તેમાં ફેરફાર કરી નાખે તો આંકડા ફરી જવાની પૂરી શક્યતા રહે છે. વળી, થોડા ઘણા આંકડાઓ બદલી જાય તો તરત ખ્યાલ પણ નથી આવતો, ત્યારે આ પ્રકારના ભયથી બચવા માટે ExcelWorksheet ને પાસવર્ડ આપી પ્રોટેક્ટ કરી શકાય છે, જેથી તેને પાસવર્ડ વગર ઓપન કે એડિટ ન કરી શકાય. જો તમે તમારી એક્સેલની ફાઇલને આ રીતે પ્રોટેક્ટ કરવા માગતા હોય તો નીચે મુજબની પ્રક્રિયા કરી શકાય છે. એક્સેલ ઓપન કરી તમારી ફાઇલ ઓપન કરો.
* Tools > Options ક્લિક કરો.
* ત્યારબાદ Security ટેબ પર ક્લિક કરો. ક્લિક કરતા જ તમે બે બોક્સ જોઈ શકશો, જેમાં Password to Open ની સામે પાસવર્ડ નાખો, જે ઓપન કરવા માટે જરૂરી પડશે.
* જ્યારે Password to Openની સામે પાસવર્ડ નાખતાં ફાઇલ ઓપન થાય તોપણ તેમાં એડિટિંગ માટે પાસવર્ડની જરૂર પડશે.
* પાસવર્ડ નાખી Ok કરી દો. ત્યાર બાદ કન્ફર્મ કરવા માટે ફરી અગાઉ નાખેલા પાસવર્ડ પૂછશે, જે મેચ થશે એટલે તમે કરેલા ફેરફાર થઈ જશે.