Friday, August 23, 2013

ફાઇલનું એક્સટેન્શન કઈ રીતે સેટ કરશો?

Jul 12, 2013

કમ્પ્યુટર નોલેજ
કમ્પ્યુટર પર કામ કરતી વખતે ઘણી વખત અચાનક કમ્પ્યુટરની સ્પીડ ઘટી જાય છે અને પછી એક સાથે વધુ ફાઇલ્સ ખુલ્લી હોય તો કમ્પ્યુટર હેંગ પણ થઈ જાય છે. કામ કરતી વખતે જો કમ્પ્યુટર હેંગ થઈ જાય તો બધું જ કામ અટકી પડે છે અને ફરીથી કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવું પડે છે. આ સ્થિતિ નિવારવા માટે એક ટેકનિક અજમાવવામાં આવે તો એક પણ ફાઇલ બંધ કર્યા વગર ફરીથી કમ્પ્યુટરને કામ કરતું કરી શકાય છે. આ રીત એકદમ સરળ છે અને તેની મદદથી કામમાં આવી રહેલો અવરોધ ઘણા અંશે નિવારી શકાય છે.
* આવી સ્થિતિમાં માઉસ પોઇન્ટર ચાલતું અટકી ગયું હશે એટલે તમારે કી બોર્ડની મદદ જ લેવી પડશે. કી બોર્ડમાં રહેલાં ત્રણ બટન પ્રેસ કરવાનાં રહેશે.
* કન્ટ્રોલ, શિફ્ટ અને કી બોર્ડની એકદમ ડાબી તરફ આવેલી કી ESCએકસાથે પ્રેસ કરીએ એટલે વિન્ડો ટાસ્ક મેનેજરનું બોક્સ ખૂલશે.
* આ બોક્સમાં છેલ્લે એન્ડ ટાસ્ક નામનો વિકલ્પ હશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
* આટલું કરીએ એટલે કમ્પ્યુટર ફરીથી શરૂ થઈ જશે.

ટાસ્ક મેનેજરનું બોક્સ ખૂલે તેમાં અન્ય પણ ઘણાં વિકલ્પો હોય છે. જેમ કે,કમ્પ્યુટરને શટ ડાઉન કરી દેવું હોય તો પણ આ બોક્સ ઉપયોગી થઈ શકે છે.

હેંગ થયેલા કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કર્યા વગર ચાલુ કરો

Jul 19, 2013


કમ્પ્યુટર નોલેજ
કમ્પ્યુટર પર કામ કરતી વખતે ઘણી વખત અચાનક કમ્પ્યુટરની સ્પીડ ઘટી જાય છે અને પછી એક સાથે વધુ ફાઇલ્સ ખુલ્લી હોય તો કમ્પ્યુટર હેંગ પણ થઈ જાય છે. કામ કરતી વખતે જો કમ્પ્યુટર હેંગ થઈ જાય તો બધું જ કામ અટકી પડે છે અને ફરીથી કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવું પડે છે. આ સ્થિતિ નિવારવા માટે એક ટેકનિક અજમાવવામાં આવે તો એક પણ ફાઇલ બંધ કર્યા વગર ફરીથી કમ્પ્યુટરને કામ કરતું કરી શકાય છે. આ રીત એકદમ સરળ છે અને તેની મદદથી કામમાં આવી રહેલો અવરોધ ઘણા અંશે નિવારી શકાય છે.
* આવી સ્થિતિમાં માઉસ પોઇન્ટર ચાલતું અટકી ગયું હશે એટલે તમારે કી બોર્ડની મદદ જ લેવી પડશે. કી બોર્ડમાં રહેલાં ત્રણ બટન પ્રેસ કરવાનાં રહેશે.
* કન્ટ્રોલ, શિફ્ટ અને કી બોર્ડની એકદમ ડાબી તરફ આવેલી કી ESCએકસાથે પ્રેસ કરીએ એટલે વિન્ડો ટાસ્ક મેનેજરનું બોક્સ ખૂલશે.
* આ બોક્સમાં છેલ્લે એન્ડ ટાસ્ક નામનો વિકલ્પ હશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
* આટલું કરીએ એટલે કમ્પ્યુટર ફરીથી શરૂ થઈ જશે.

ટાસ્ક મેનેજરનું બોક્સ ખૂલે તેમાં અન્ય પણ ઘણાં વિકલ્પો હોય છે. જેમ કે,કમ્પ્યુટરને શટ ડાઉન કરી દેવું હોય તો પણ આ બોક્સ ઉપયોગી થઈ શકે છે.

હાર્ડ ડ્રાઇવને મિત્રોથી કઈ રીતે છુપાવશો?



Jul 26, 2013
કમ્પ્યુટર નોલેજ
જો તમે તમારા કમ્પ્યુટરના હાર્ડડિસ્ક ડ્રાઇવ્સ એટલે કે C, D, E, F વગેરેને તમારા શરારતી મિત્રોથી છુપાવવા માગતા હોવ તો આ રહ્યો તેનો સરળ ઉપાય.
* સૌથી પહેલાં start ઉપર ક્લિક કરો. પછી run માં જઈ તેના બોક્સમાં gpedit.msc ટાઇપ કરો અને પછી ok કરો.
* હવે તમારી સામે group policyની વિન્ડો ખૂલશે. તેમાં user configuration અને ત્યારબાદadministrative templates પર ક્લિક કરો.
* ત્યાર પછી windows components ઉપર ક્લિક કરો અને ત્યાંથીwindowsexplorer ને ખોલો.
* હવે જમણી તરફ એક લિસ્ટ આવશે, તેમાંથી hide these specifide draives in my computer ઉપર ડબલ ક્લિક કરવાની રહેશે.
* જે વિન્ડો ખૂલશે તેમાં enabled ને સિલેક્ટ કર્યા બાદ નીચે કેટલાક વિકલ્પ હશે. હવે જે ડ્રાઇવ તમારે સંતાડવાની છે તેને સિલેક્ટ કરો.
* જો તમે બધી જ ડ્રાઇવ છુપાવવા માગતા હોવ તો restrictall draivesને સિલેક્ટ કરી દો. હવે apply કરીને ok બટન પર ક્લિક કરી દો. તમે જે ડ્રાઇવ છુપાવી રાખી છે, તે my computerમાંથી ગાયબ થઈ જશે અને તેને કોઈ યુઝર જોઈ પણ નહીં શકે!
* ડ્રાઇવને પાછી લાવવા માટે છેલ્લી વિન્ડોમાં enabledની જગ્યાએ disabledને સિલેક્ટકરશો એટલે છુપાવેલી તમામ ડ્રાઇવ્સ પાછી જોઈ શકાશે.

આઈપી એડ્રેસ કેવી રીતે જાણી શકાય?


Aug 02, 2013

કમ્પ્યુટર નોલેજ
દરેક કમ્પ્યુટરની પોતાની એક આગવી ઓળખ હોય છે. આ ઓળખને આધારે જ તેનું ઈન્ટરનેટ સાથેનું કામ પાર પડતું હોય છે. જેવી રીતે કોઈ કાર કે મોટરસાઇકલમાં તેનો એન્જિન નંબર અને ચેસીસ નંબર હોય છે તેવી જ રીતે કમ્પ્યુટરનું આઈપી એડ્રેસ હોય છે. કમ્પ્યુટરના આઈપી એડ્રેસની જરૂર નેટવર્કિંગ અને ઈન્ટરનેટના જોડાણ વખતે ખાસ પડતી હોય છે. નેટવર્કિંગની કોઈ પણ સમસ્યા ઉકેલવા માટે એન્જિનિયરને આઈપી એડ્રેસ અનિવાર્ય બની રહે છે. આઈપી એડ્રેસનું આખું નામ ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ છે. આઈપીના આધારે જ પોલીસ સાઈબર ક્રાઈમના ગુનાઓ ઉકેલતી હોય છે. હેકર્સ પણ આઈપીના આધારે જ કામ કરતાં હોય છે. હવે ધારો કે તમારે કમ્પ્યુટર સાથે ઈન્ટરનેટનું જોડાણ કરવું છે પણ તમને તમારા આઈપી એડ્રેસની જાણ નથીતો શું કરશોઆઈપી જાણવાનો રસ્તો સાવ સહેલો છે. તમામ કમ્પ્યુટરમાં સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમને Run નામનો એક ઓપ્શન દેખાશે. આ Run ને ક્લિક કરો. હવે રનના ઓપ્શનમાં CMD ટાઈપ કરો. એક કાળા રંગની વિન્ડો ખૂલેલી દેખાશે. આ વિન્ડોમાં IPCONFIG\ALL ટાઈપ કરો. આમ ટાઈપ કરતાં જ તમને અનેક માહિતી દેખાશે. જ્યાંIPAddress લખેલું હશે ત્યાં સામે તમને નંબર દેખાશે. આ નંબર એ તમારું આઈપી એડ્રેસ છે.
 

કમ્પ્યુટરના કેબલ વિશે જાણો છો?


Aug 09, 2013

કમ્પ્યુટર નોલેજ
કમ્પ્યુટરનો ઉપયોગ અને તેનાં સોફ્ટવેર વિશે તો ઘણાં લોકો જાણતા હોય છેપણ કમ્પ્યુટરને યોગ્ય રીતે ચલાવવા માટે તેનાં સોફ્ટવેર અને હાર્ડવેર ઉપરાંત અમુક પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે. બાળકો પોતાની મેળે જ્યારે કમ્પ્યુટર ચલાવવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમને કમ્પ્યુટરને લગતા વિવિધ કેબલ્સની તથા તેની ઉપયોગિતાની જાણકારી હોવી જરૂરી છે. ઘણી વાર અયોગ્ય કેબલના ઉપયોગથી કમ્પ્યુટરને નુકસાન થઈ જતું હોય છે. કમ્પ્યુટર સાથે સંકળાયેલા વિવિધ કેબલ કયા છે અને તેની અગત્યતા શું છે તે સમજવાનો આપણે પ્રયાસ કરીએ. અલબત્તટેક્નોલોજી રોજેરોજ બદલાતી હોય છે એટલે કેબલનો પ્રયોગ તેને સમજીને જ કરવો શ્રેષ્ઠ રહેશે.
આઈડીઈ કેબલ : આ આઈડીઈ કેબલને સંલગ્ન એટીએ કેબલ પણ કહેવામાં આવે છે. કોઈ પણ સ્ટોરેજ ડિવાઇસ જેવી કે હાર્ડ ડિસ્ક અને સીડી રોમને મધરબોર્ડ સાથે જોડવા માટે તેનો ઉપયોગ થાય છે. આ કેબલ દેખાવમાં પાતળો રિબિન જેવો હોય છે, જેમાં બેથી ત્રણ કનેક્ટર હોય છે. એક કનેક્ટરમાં ૪૦ પિન હોય છેજે પૈકી એક મધરબોર્ડ સાથે જોડાય છે અને બાકીની જે તે ડિવાઇસ સાથે જોડવામાં આવે છે.
વીજીએ કેબલ : સીપીયુ અને મોનિટરને એકબીજા સાથે જોડવા માટે જે કેબલ વપરાય છે તેને વીજીએ કેબલ કહેવામાં આવે છે. અત્યારના આધુનિક કમ્પ્યુટરમાં હવે આવા વીજીએની જગ્યાએ ડીવીઆઈ કેબલ આવે છે. આ કેબલમાં ત્રણ હારમાં કુલ પંદર પિન હોય છે.
સાટા તથા ઈસાટા કેબલ : આ મહત્ત્વનો કેબલ છે. તેનો ઉપયોગ અગાઉ ડિવાઇસને મધરબોર્ડ સાથે જોડવામાં થતો હતો. આજે લગભગ દરેક કમ્પ્યુટરના મધરબોર્ડમાં સંલગ્ન સાટા એડોપ્ટર હોય છે. સાટા કેબલમાં બે કનેક્ટર હોય છેજેને બંને છેડે આઠ પિન હોય છે. જે પૈકી એક મધરબોર્ડમાં અને એક ડિવાઇસમાં લાગે છે. ઈસાટા એ સાટા જેવી જ ટેક્નોલોજી છે. એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવ કે ઓપ્ટિકલ ડ્રાઇવને જોડવા માટે તેનો ઉપયોગ થાય છે.
યુએસબી કેબલ : વિવિધ હાર્ડવેરને કમ્પ્યુટર સાથે જોડવા માટે આ કેબલ પ્રખ્યાત છે. આજે હવે માઉસ અને કી-બોર્ડ પણ યુએસબી આવે છે. મોબાઇલ માટે ઉપયોગમાં લેવાતા કેબલને મિનિ અથવા માઇક્રો યુએસબી કહેવામાં આવે છે.
ફાયરવાયર : આ આમ યુએસબી જેવો જ, પણ તેના કરતાં વધારે ઝડપી કામ કરતો કેબલ ગણાય છે. આ કેબલ મલ્ટિમીડિયાના કામ માટે ખાસ વપરાય છે. વીડિયો કેમેરામાંથી કમ્પ્યુટરમાં ડેટા લેવા માટે પણ આ કેબલ જ વપરાય છે.
આરજે ૪૫ : લોકલ એરિયા નેટવર્કમાં કમ્પ્યુટરને જોડવા તથા ઇન્ટરનેટના જોડાણ માટે આ કેબલ વપરાય છે. 

રેમ (RAM) એટલે શું?


Aug 23, 2013


કમ્પ્યુટર નોલેજ
રેન્ડમ એક્સેસ મેમરી (RAM) એ કમ્પ્યુટરની વર્કિંગ મેમરી છે. એડિશનલ 'રેમ' એટલે અગાઉ જેટલા જ સમયમાં વધુ માહિતી સાથે કામ પાર પાડવાની ક્ષમતા. એનાથી સિસ્ટમના કુલ પર્ફોર્મન્સ ઉપર નાટયાત્મક અસર પડે છે. રેમને મુખ્ય મેમરી, ઇન્ટરનલ મેમરી,પ્રાઇમરી સ્ટોરેજ મેમરી સ્ટિક (stick) એટલે કે રેમ સ્ટિક તરીકે પણ ઓળખવામાં આવે છે. રેમને સાદી ભાષામાં મેમરી તરીકે ઓળખવામાં આવે છે. દરેક મધરબોર્ડ અમુક મર્યાદામાં મેમરી સપોર્ટ કરે છે, માટે કમ્પ્યુટર ખરીદતા પહેલાં એ ચેક કરી લેવું જોઈએ.
ડેસ્કટોપ કમ્પ્યુટરની મેમરીની સ્ટાન્ડર્ડ મોડયુલ કે સ્ટિક લાંબી, પાતળી,નાની ફૂટપટ્ટી આકારની હોય છે. મેમરી મોડયુલના તળિયે માર્ગદર્શકરૂપ ખાંચા હોય છે, જેથી એનું બરાબર ઇન્સ્ટોલેશન થઈ શકે છે. જાણીતા રેમ ઉત્પાદકોમાં કિંગસ્ટન, પીએનવાય, ક્રુસિયલ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.
મેમરી મોડયુલમાં મેમરી ઇન્સ્ટોલ કરવા માટે મધરબોર્ડમાં આવેલા સ્લોટનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક મોડયુલ અમુક જ સ્લોટમાં ફિટ થાય છે, માટે મધરબોર્ડ પહેલાં ચેક કરવું. અત્યારે જે આધુનિક મેમરી મોડયુલ મળે છે એમાં ૨૫૬ એમબી, ૫૧૨ એમબી, એક જીબી, બે જીબી, ચાર જીબી અને આઠ જીબીની સાઇઝનો સમાવેશ થાય છે.
કમ્પ્યુટરમાં મેમરી બદલવા માટે જાતે જૂની મેમરી દૂર કરી નવી મેમરી એના સ્થાને નાખી શકાય છે.