Apr 19, 2013 |
કમ્પ્યુટર નોલેજ
જો તમે માઇક્રોસોફ્ટ વર્ડનો રેગ્યુલર ઉપયોગ કરતા હોય તો એનો મતલબ કે તમારે દસ્તાવેજી કામ વધારે રહેતું હશે. જેમાં તૈયાર ટેમ્પ્લેટ્સ જોઈતા હોય તો વર્ડમાં આ પ્રકારની ફેસિલિટી પહેલેથી જ ઉપલબ્ધ છે. એટલે કે બાયોડેટા, પત્ર કે ફેક્સ, બ્રોચર, જુદા જુદા રિપોર્ટ્સ વગેરે માટેના તૈયાર ટેમ્પ્લેટ્સ વર્ડમાં તૈયાર જ હોય છે. આ પ્રકારના ટેમ્પ્લેટ્સનો ઉપયોગ કરવા માટે આ સરળ પ્રોસેસ કરવી પડશે.
* સૌ પ્રથમ તો માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરો.
* જેમાં New Document ઓપન કરવાનું રહેશે. જેમાં જમણી બાજુમાં Task Pane ઓપન થશે. (જો ટાસ્ક પેન ઓપન ન થાય તો View > Task pane પર ક્લિક કરવું અથવા Ctrl + F1 કરીને ઓપન કરી શકાય.)* ટાસ્ક પેનમાં નીચે Templates nuX¤ On My Computerપર ક્લિક કરવાનું રહેશે.
* બોક્સમાં જુદા જુદા ટેબ હેઠળ તૈયાર ટેમ્પ્લેટ્સ જોવા મળશે, જેના પર ક્લિક કરતાં તે ઓપન થશે.
* ટેમ્પ્લેટમાં તમે તમારી માહિતી ભરીને જે તે ડોક્યુમેન્ટ તૈયાર કરી શકો છો. આ રીતે ટેમ્પ્લેટ્સ ઉપયોગમાં લેવામાં આવે તો ઘણી વખત વધારાની સજાવટ કરવામાં જે સમય વેડફાય છે તે બચાવી શકાય છે.
http://www.facebook.com/pages/Information/150388575132752
ReplyDelete