Monday, May 27, 2013

ફેસબુક પર અજાણ્યાનો સંપર્ક ઇચ્છો છો ? તો એક ડોલર ચૂકવો


નવી દિલ્હી, તા. ૨૧
  • સોશિયલ સાઇટ્સ દ્વારા નવતર સુવિધા શરૃ કરાઇ
  • પહેલાં આ સેવા માત્ર અમેરિકામાં જ મળશે
  • યૂઝર્સને એક અઠવાડિયામાં એક જ મેસેજ મોકલી શકાશે
ફેસબુક દ્વારા મેસેજિસના સ્ટેટ્સ જાણવા માટે ઘણા મહિનાઓથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફેસબુક પર અજાણ્યાનો સંપર્ક સાધવા માટે કંપનીએ નવતર સેવા શરૃ ખરી છે. કોઇ પણ યૂઝર્સ ૧ ડોલર ચૂકવીને અન્ય અજાણ્યા યૂઝર્સ સાથે સંપર્ક સાધી શકે છે. હાલ આ પેઇડ મેસેજિસ ર્સિવસ પ્રાયોગિક ધોરણે શરૃ કરવામાં આવી રહી છે. મેસેજિસ યોગ્ય રીતે મોકલી શકાય તે માટે આ સેવા શરૃ કરવામાં આવી છે. કોઇ યૂઝર્સ મિત્ર ન હોવા છતાં ૧ ડોલર ચૂકવીને તમે તેનો સંપર્ક સાધી શકે છે.
શરૃઆતના તબક્કામાં આ સેવા માત્ર અમેરિકામાં જ પ્રાપ્ત થશે. યૂઝર્સ એક અઠવાડિયામાં એક જ મેસેજ મોકલી શકશે. હાલ જે દર નક્કી કરવામાં આવ્યો છે તે કાયમી નથી તેમાં ગમે ત્યારે ફેરફાર થઇ શકે છે.

ફેસબુકના મેઇલ બોક્સમાં હાલ બે પ્રકારના ઇનબોક્સ હોય છે જેમાંથી એકમાં મિત્રોના મેસેજિસ આવે છે જ્યારે બીજા ઇનબોક્સમાં અજાણ્યા લોકોના મેસેજિસ આવતા હોય છે. ફેસબુકના યૂઝર્સ માટે મહત્ત્વના મેસેજિસ ઇનબોક્સમાં મૂકવા અને અન્ય મેસેજિસ અન્ય ફોલ્ડરમાં મૂકવા ફેસબુક તેના યૂઝર્સને મદદ કરશે.

No comments:

Post a Comment