Sunday, July 14, 2013

ફ્યુચર સાયન્સ - કે. આર. ચૌધરી ઓગમેન્ટેડ રિઆલીટીનું પ્રથમ પગથીયું એટલે...''ગુગલ ગ્લાસ''










આ ''ઓગમેન્ટેડ રિઆલીટી''વળી શું છે ? આધુનિક ડીજીટલ ટેકનોલોજી, ગ્રાફીક્સ અને કોમ્પ્યુટર ટેલિવિઝનથી બનેલ ''ફ્યુઝન''ડિવાઇસ એટલે કે ઓગમેન્ટેડ રિઆલીટીનું પ્રથમ પગથીયું, પોંગ નામની વિડિયો ગેમ શોધાઇ ત્યારથી આજની વિડીયો ગેઇમના દીદાર બદલાઇ ગયા છે. હવે ગેમ સ્ટેશન આવી ગયા છે. ૧૯૭૦ના દાયકા બાદ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર સંકોચાઇને પસર્નલ કોમ્પ્યુટર બની ગયા. પિક્ચર ટયુબવાળા તોતીંગ ટીવી આજે સુંદર કન્યા જેવા સ્લીમ એન્ડ બ્યુટીફુલ થઇ ગયા છે. ટીવી ટ્રોલી કે કેબીનેટની જગ્યાએ હવે તે દિવાલ ઉપર લટકતાં થઇ ગયા છે. વૈજ્ઞાાનિકો હવે ટીવી માંથી ગ્રાફીક બહાર કાઢીને કોમ્પ્યુટર ડિસ્પ્લેના ગુણધર્મો ઉમેરી તેને માઇક્રો સ્વરૃપ આપી દ્રશ્યો, સીધા જ તમારી આંખોમાં ઉમેરવા માંગે છે. તમારી વાસ્તવિક દુનિયામાં અનુભવનો અનોખો વધારો કરવાનું વૈજ્ઞાાનિકો વિચારે છે. તમારી વાસ્તવિક પૃષ્ઠભૂમી આગળ કોમ્પ્યુટર જનરેટેડ વાસ્તવિકતા આવી જસે. તમે જે જુઓ છો ! સાંભળો છો ! અનુભવો છો ! અને સુગંધ પામો છો એ બધુ બદલાઇને ''આટીફીશીઆન ઇન્ટેલીજન્સ અને બીજી અન્ય સાયન્સ ફિકશન ફિલ્મોના દ્રશ્યો હવે વાસ્તવિક બનવા જઇ રહ્ય છે. તમારા ભૌતિક સાધનો અને સુખ સાથે હવે છેડો બાંધવા માટે કોમ્પ્યુટર અને મોર્ડન ડિસ્પ્લે ટેકનોલોજી આવી રહી છે. ગુગલ, સોની, કેનન, માઇક્રોસોફ્ટ વગેરે 'ઓરામેન્ટેડ'રિઆલીટીને વાસ્તવિક બનાવવા, હાર્ડવેર અને સોફ્ટવેર વિકસાવી રહ્યા છે. ગુગલે, ગુગલ ગ્લાસ મૂકી, બજારની બાજી મારવાની કોશીશ કરી છે.

ગુગલ ગ્લાસ ઃ-
શરૃઆત થતાં જ પ્રતિબંધ મુકવાની વાત....
એપ્રીલ-૨૦૧૩થી અમેરિકાનાં સિનેમાઘરો, જુગાર રમાડતા કેસીનો અને નગ્ન ડાન્સના નૃત્ય હાઉસ જેવા ''સ્ટ્રીપ કલબનાં'' માલિકોએ ગુગલ ગ્લાસ નામે ઓળખાતા 'ગોગલ્સ' જેવા આધુનિક ચશ્મા પહેરી તેમના વિસ્તારમાં પ્રવેશવાની મનાઇ ફરમાવી છે. આવું શા માટે ? તેઓ માને છે કે 'ગુગલ્સ ગ્લાસ'નામે ઓળખાતા ચશ્મા લોકોની પ્રાઇવર્સી સામે જોખમ છે. બિઝનેસ સામે મોટો ખતરો છે. કઇ રીતે ?....ગુગલ્સ ગ્લાસ રેકોડીંગની લાલ લાઇટ બતાવ્યા વિના, શટરનો અવાજ કર્યા વિના તસ્વીરો લઇ શકે છે. વિડીયો ઉતારી શકે છે. આ વર્ષનાં અંત સુધીમાં ૧૫૦૦ ડોલરથી ૨૦૦ ડોલર સુધીમાં આવા ચશ્મા સામાન્ય માણસ સુધી પહોચી જશે ! કેસીનોમાં જુગાર રમતા મિત્રને ગુગલ્સ ગ્લાસ પહેરેલ વ્યક્તિ ખોટી રીતે જીતાડી શકે છે. તે રમતના પાનાંના ફોટો કે વિડિયો અન્ય વ્યક્તિને આસાનીથી મોકલી શકે છે. સિનેમાઘરમાં નવી આવેલ 'મુવિઝ'ની સ્ક્રીનપ્રિન્ટ જેવી વિડિયો ઉતારી 'પાઇરેટેડ' કોપી બજારમાં ફરતી થઇ જઇ શકે છે.

ઓગમેન્ટેડ રિઆલીટી ઃ ધ ટાઇમ લાઇન
૧૯૦૧ ઃ- એલ.ફ્રેન્ક બોમ નામના વૈજ્ઞાાનિકો ઇલેકટ્રોનીક્સ ડિસ્પ્લે-ચશ્માનો આઇડીયા આપ્યો
૧૯૫૭-૬૨ ઃ- AR ને લગતું પ્રથમ મશીન 'સેન્સોરમાં' મોર્ટન હેઇલીગે વિકસાવ્યું.
૧૯૬૬ ઃ- ઇવાન સર્ધનલેન્ડે હેડ માઉન્ટેડ ડિસ્પ્લેની શોધ કરી વચ્ચુઅલ રિઆલીટીનો પ્રારંભ કર્યો.
૧૯૭૫ ઃ- આભાષી ઓબજેક્ટ સાથે ઇન્ટરેક્શન થઇ શકે તેવા વિડિયો પ્લેસની શોધ મિરોન ફ્રુગરે કરી.
૧૯૮૦ ઃ- શરીર ઉપર પહેરી શકાય તેવા પ્રથમ કોમ્પ્યુટરને સ્ટીવ માને તૈયાર કર્યુ.
૧૯૮૯ ઃ- જારોન લેનીયરે 'વરચ્યુઅલ રીઆલીટી'શબ્દ આપ્યો.
૧૯૯૦ ઃ- ઓગમેન્ટેડ રિઆલીટી (AR) બોઇંગના સંશોધક ટોમકાઉડેલે આપ્યો હોવાનું માનવામાં આવે છે.
૧૯૯૯ ઃ- હિરોકાઝુ કાટોએ, AR ટુલકીટનું સર્જન કર્યુ.
૨૦૦૮ ઃ- G1 એન્ડ્રોઇડ ફોન માટે AR ટ્રાવેલ ગાઇડ લોંચ કરવામાં આવી.
૨૦૦૯ ઃ- AR ટુલકીટ, અડોળી ફલેશ સાથે કોમ્પીટીબલ બનતાં, વેબ બ્રાઉઝરમાં  AR શક્ય બન્યું.
૨૦૧૩ ઃ- ગુગલે ગુગલ ગ્લાસનું બીટી વર્ઝન ટેસ્ટ કર્યું. ઓગમેન્ટેડ રિઆલીટી ઃ-
વાસ્તવિક દુનિયા ને નવુ 'વિઝન'આપશે !
મનુષ્યની આંખો સામે ગ્રાફીક ઓડીયો અને ડેટાને સુપર ઇમ્પોઝ કરવાનો આઇડીયા નવો નથી. અડધી સદીથી સાયન્ટીસ્ટના દિમાગમાં તે ઝળકતો રહ્યો છે. રેસ-એફેક્સ અને સ્પોર્ટ વિઝને આવા અખતરાં ભુતકાળમાં કર્યાજ છે. ગુગલે નવી ટેકનોલોજીથી આ સ્વપ્નો સાકાર કર્યા છે. ૨૦૦૯માં MIT ની એક કોન્ફરન્સમાં પેટી મેસ અને પ્રણવ મીસ્ત્રીએ ઓગમેન્ટડે રિઆલીટીના દર્શન કરાવ્યા હતા. તે સમયે તેમણે કેમેરા, નાના પ્રોજેક્ટ સ્માર્ટ ફોન અને અરીસાઓનો ઉપયોગ કર્યો હતો. હવે તેમાં કોમ્પ્યુટર CPU અને વાઇ-ફાઇ જેવી ટેકનોલોજી ઉમેરાઇ રહી છે. GPS સિસ્ટમ પણ ખરી જ ! હવે નવી ટેકનોલોજીની મદદથી ગમે તે સપાટી, 'ઇન્ટરેક્ટીવ સ્ક્રીન'બની શકે છે. તમારી આંખો સામે આભાષી સ્ક્રીન ઉપર ગ્રાફીકસ, વીડીયો, ડેટા કે ઇન્ટરનેટ પેજીસ ખુલી શકે છે.  "3D" મોડેલ જોઇ શકાય છે. ગુગલ ઉપર તમે શબ્દો આધારિત 'ટેક્ષ સર્ચ' કરતા હતા હવે કોઇ ફોટો કે વિડીયો આપી તેની 'સર્ચ' કરી શકાશે. માત્ર તાજમહેલ કે એફિલ ટાવર જેવા ફોટા મુકી વિકીપીડીઆનાં લેખ વાંચી શકાય તેમ છે. આખરે ગુગલ ગ્લાસ કઇ રીતે કામ કરે છે.
ગુગલ ગ્લાસ ઃ-
આપણી દુનિયામાં કેવી રીતે ફીટ થશે !
ગુગલ ગ્લાસ હજી શરૃઆતના તબક્કામાં છે પરંતુ આવનારા વર્ષોમાં તેમાં અણધાર્યા ફેરફારો આવી શકે તેમ છે. આજની ક્ષણે 640 X 360  પિક્સેલ રિઝોલ્યુશનમાં તમે અંદાજે ૨.૫૦ મિટર દૂર ૨૫ ઇંચના સ્ક્રિન ઉપર દ્રશ્યો જોઇ રહ્યા હોવ, તેવો આભાશ ગુગલ ચશ્મા કરાવી શકે છે. આંખની અંદર આવેલ દ્રશ્ય પટલ ઉપર સીધા જ દ્રશ્યો તે પ્રોજેક્ટથી પ્રોજેક્ટ કરવામાં આવે છે. જેને ટેકનોલોજીની ભાષામાં વરચ્યુઅલ રેટિનલ ડિસ્પ્લે (VRD) કહે છે. કીકી અને ચશ્માના નંબરવાળા, આંખોની ખામીઓને બાજુમાં મૂકી VRD ને સામાન્ય દ્રશ્યો માફક જોઇ શકે છે. લેસર અથવા LED દ્વારા આંખોની અંદર આવેલ દ્રશ્ય પટલ ઉપર સીધી જ 'રાસ્ટર ઇમેજ' પ્રોજેક્ટ થાય છે. ચશ્માની દાંડીમાં GPS સાથેનું CPU બેટરી, સ્પીકર, માઇક્રોફોન, કેમેરા અને પ્રોજેક્ટરને ફિટ કરવામાં આવ્યા છે. હવે પુસ્તક ખોલ્યા વગર સીધું વાંચી શકાય તેમ છે. તમે જે નજરથી વાસ્તવિક દ્રશ્ય જુઓ છો તેના ઉપર અર્ધ પારદર્શક નવો વરચ્યુઅલ સ્ક્રીન રચાય છે. ડ્રાઇવીંગ કરતી વખતે તમારી આંખો સામે 'લોકલ'મેપ હાજર થઇ જશે.

ટેકનિકલ ડિટેઇલ્સ ઃ- 
'ગ્લાસ'ની આરપાર...
* પાંચ કલરમાં ઉપલબ્ધ
* ડિસ્પ્લેરિઝોલ્યુશન 640 X 360 રહેશે. ૫ મેગા પિક્સેલ કેમેરા વડે 720P ની વિડીયો ઉતારી શકાશે.
* ૧૬ જીબીની ફ્લેશ મેમરી માંથી સ્ટોરેજ માટે ૧૨ જીબી સ્પેસ વાપરવા મળશે.
* ક્લાઉડ કોમ્પ્યુટીંગ મારફતે તમારો 'ગુગલ ડ્રાઇવ' સાથે જોડાણ શક્ય બનશે.
* બ્લ્યુ ટુથ અને વાઇ-ફાઇ ફેસીલીટી 'બ્યુલ્ટ'ઇન છે. GPS  માટે ડિવાઇસને 'મોબાઇલ'સાથે પેર કરવો પડશે.
* ગ્લાસનાં 'એપ્સ''એન્ટ્રોઇડ'આધારિત હશે.
* ગ્લાસ ફ્રેમમાં તમારી પસંદગીના કાચ અથવા નંબરવાળા 'લેન્સ'પણ ફિટ થઇ શકશે.
* અવાજને તમારી ખોપરીના હાડકાને વાહક તરીકે વાપરી, બોન કંડકશન ટ્રાન્સફર વડે અવાજ તમારા કાનની અંદર પહોચાડવામાં આવશે.
* ડિવાઇસ ચાર્જીંગ માટે માઇક્રો-યુએસબી કેબલ લાગેલો રહેશે.
* ગુગલની 'માપ ગ્લાસ એપ્સ'ગ્લાસ અને મોબાઇલ ફોન વચ્ચે કનેકશન કરી આપશે.
* માઇક્રોફોન અને ટચ પેડ વડે 'ગ્લાસ'ને કમાન્ડ આપી શકાશે.

G- ગ્લાસથી શું થઇ શકે છે ?
ગુગલ ગ્લાસનો ઉપયોગ કાન પાસે દાંડી ઉપર રાખેલ 'ટચપેડ'થી થાય છે.એક હલકી ટપલી મારો એટલે ડિવાઇસ ચાલુ થાય છે. ઇન્ટરફેસમાં વિવિધ 'કાર્ડ'ડિસ્પ્લે થાય ચે. કોમ્પ્યુટરમાં જેમ નવી વિન્ડો ખુલે છે. તેમ સ્માર્ટ ફોનમાં 'પેજ'જે રીતે સ્લાઇડ કરો છો. બસ એમ જ..એક કાર્ડ ઉપર હવામાન, તમારૃ શિડયુલ, ઘડીયાળ વગેરે હોઇ શકે. બીજી કાર્ડમાં તમે મેસેજ, વિડીયો, ફોટો વગેરે જોઇ શકો. ત્રીજા કાર્ડમાં ફેસબુક, ગુગલ, એમેઝોન જેવી સાઇટ ખોલી શકો. કેમેરા ઓન કરી વિડીયો ઉતારી શકો અથવા ફોટો લઇ શકો. આ ડિવાઇસ પ્રારંભીક અવસ્થામાં હોવાથી હાઇ-રિઝોલ્યુશનની આશા રાખવી નકામી છે. ગુગલ ગ્લાસ પરનો બધો ડેટા તમારાં ગુગલ એકાઉન્ટમાં જમા થતો રહેશે. એટલે તમારી પ્રાઇવર્સ જેવું કઇ રહેશે ખરૃં ? આમ છતાં તમે....
* તિથી એપોઇન્ટમેન્ટ યાદ રાખવું સરળ બનશે.
* સોશીયલ નેટવર્કીંગ, હાલમાં ચાલતા થઇ શકશે.
* દિશા શોધન, પબ્લીક ટ્રાવેલ વિગતો ઉપલબ્ધ થશે.
* ટ્રાફીક અને હવામાનની માહીતી ઉપલબ્ધ થશે.

* વિડીયો ચેટ, ગુગલ સર્ચ, ફોટો- વિડીયો શેરીંગ થશે. આ બધુ તમે ચશ્મામાં જોતા હોવ તે રીતે થશે.

No comments:

Post a Comment