Web Link : http://www.refdesk.com/index. html
જૂન ૧૯૯૫માં એમણે ઇન્ટરનેટની અફડાતફડીમાં કંઈક ઓર્ડર લાવવા માટે શરૂ કરીરેફડેસ્ક (www.refdesk.com) નામની એક કસરત. તેમનું વિઝન સ્ટેટમેન્ટ કહે છે કે ‘‘૧૯૯૫થી રેફડેસ્ક એક મફત અનેફેમિલિફ્રેન્ડલી વેબસાઇટ છે જે ગુણવત્તાસભર, વિશ્વસનીય અને વર્તમાન વેબબેઝડ રીસોર્સીઝનો ઇન્ડેક્સ તૈયાર કરે છે અનેતેનો રીવ્યૂ કરે છે.’’
અઢળક શબ્દ ઓછો પડે એટલા નેટરિસોર્સની લિંક આપતી આ સાઇટ વિશે વધુ કંઈ લખવાની જરૂર જ નથી, તમારી એકમુલાકાત કાફી છે, છતાં થોડી ઝલકિયાં મેળવી લઈએઃ
- અહીંથી તમે ગૂગલ, બિંગ, યાહૂ, યુટ્યુબ, વિકિપિડિયા, ડિક્શનરી, બિઝનેસ, પીપલ વગેરે સર્ચ કરીશકો છો.
- આજની ફૅક્ટ, સાઇટ, વિચાર, શબ્દ, ઇતિહાસ, લેખ, જાણીતી વ્યક્તિ વગેરે પર નજર ફેરવી શકો છો.
- અસંખ્ય સ્ત્રોતમાંથી રોજેરોજની હેડલાઇન્સ વાંચો.
- વાંચીને હૈયું બળે એવા નહીં, પણ ખાસ તારવેલા પોઝિટિવ ન્યૂઝ પણ મળશે.
- ન્યૂઝ ફોટો, ન્યૂઝ વિડિયો જુઓ.
- ‘ફર્સ્ટ થીંગ ફર્સ્ટ’ સેક્શનમાં જઈને રોજરોજનાં કોમિક્સ, ન્યૂઝપેપર, ફાઇનાન્શિયલ ન્યૂઝ, મેગેઝિન્સ, વિદેશી અખબારોની સંખ્યાબંધ કોલમ, એડિટ પેજ, સ્પોટર્સ વગેરે વગેરેની લિંક્સ ફંફોસી શકો છો.
- સાઇટ પરથી પોર્નોગ્રાફી, ગેમ્બલિંગ, આલ્કોહોલ, ટોબેકો કે અન્ય કોઈ પણ ‘એડલ્ટરીલેટેડ’ સાઇટનીલિંક આપવામાં આવતી નથી.
- સાઇટનો ડેટાબેઝ ત્રણ સ્તરમાં વહેંચાયેલો છેઃ ક્વિક, સ્ટડીડ, ડીપ. ક્વિકમાં તમને ફટાફટ કંઈક નવુંજાણા મળે, સ્ટડીડમાં તમારે ન્યૂઝપેપર જેવા સ્ત્રોતમાં જવું પડે અને ડીપમાં જુદા જુદા સ્ત્રોતમાંથી તારવેલીમાહિતી મળે.
No comments:
Post a Comment