Jun 12, 2012
લંડન, તા. ૧૧ટેક્નોલોજી અંગે આપણે સામાન્ય રીતે એમ વિચારતાં હોઈએ છીએ કે ટેક્નોલોજી આપણી લાઇફને વધુ સરળ, વધુ સુરક્ષિત બનાવે છે, જોકે હવે આપણે ટેક્નોલોજી અંગેની આ છાપ બદલવાની જરૃર છે, કેમ કે ગૂગલ અને એપલ જેવી અમેરિકાની જાયન્ટ કંપનીઓ એરિયલ મેપિંગ માટે હવે સૈન્યમાં જાસૂસી માટે વપરાય છે તેવા કેમેરા ઉપયોગમાં લેવાની છે, જે કેમેરા એટલા પાવરફુલ હશે કે આપણાં ઘરોમાં પણ ડોકિયું કરી શકશે અને તેમાં ચાર ઇંચની વસ્તુઓ પણ જોઇ શકાશે, આમ, આ કેમેરાથી આપણી પ્રાઇવસી પણ જોખમમાં મુકાઇ જશે.
આ ટેક્નોલોજી ગુપ્તચર એજન્સીઓ દ્વારા અફઘાનિસ્તાનમાં આતંકવાદી ટાર્ગેટ્સ માટે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી જેવી છે, જેને સ્પાય-ઇન-ધ-સ્કાય ટેક્નોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ગૂગલે આ ટેક્નોલોજીથી સજ્જ વિમાનો કેટલાંક શહેરોમાં મોકલ્યાં હોવાનું સ્વીકાર્યું છે જ્યારે એપલે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરતી એક ફર્મ હસ્તગત કરી છે. સ્પાય-ઇન-ધ-સ્કાય ટેક્નોલોજીનું લંડન સહિત વીસેક શહેરોમાં ટેસ્ટિંગ થઇ ચૂક્યું છે.
ગૂગલ પર ૨૦૧૨ના અંત સુધીમાં થ્રી-ડી મેપ્સ
ગૂગલ સ્પાય-ઇન-ધ-સ્કાય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને થ્રી-ડી મેપ્સ તૈયાર કરશે, જે ગૂગલ અર્થ પરની ઉપગ્રહ તસવીરો કરતાં ઘણી સારી તસવીરો અને વધુ વિગતો પૂરી પાડશે. ગૂગલ ચાલુ વર્ષના અંત સુધીમાં શહેરો-નગરોનું થ્રી-ડી કવરેજ ઉપલબ્ધ કરાવે તેવી ધારણા છે. થ્રી-ડી મેપ્સ પર સૌપ્રથમ વખત બિગ બેન ક્લોક ટાવર જેવી ગગનચુંબી ઇમારતોની તસવીરો ખૂબ જ નજીકથી જોઇ શકાશે.
એપલ ગણતરીના દિવસોમાં થ્રી-ડી મેપ્સથી સજ્જ થશે
એપલ કંપની આઇફોન તથા અન્ય ડિવાઇસિસ માટે તેની નવી મેપિંગ એપ્લિકેશન્સ ગણતરીના દિવસોમાં રજૂ કરશે. અગાઉ કંપની મેપિંગ ર્સિવસિસ માટે ગૂગલનો ઉપયોગ કરતી હતી પરંતુ ગત વર્ષે તેણે ઝ્ર૩ ટેક્નોલોજીસ નામની થ્રી-ડી મેપિંગ કંપની જ ખરીદી લીધી હતી. ઝ્ર૩ દ્વારા કેટલાક ફોટોગ્રાફ્સ તો ૧,૬૦૦ ફૂટની ઊંચાઇએથી લેવાયા છે. કંપનીના એક એક્ઝિક્યુટિવે થ્રી-ડી મેપિંગને 'ગૂગલ ઓન સ્ટિરોઇડ્સ' તરીકે ઓળખાવ્યું છે.
No comments:
Post a Comment