Dec 21, 2012
ફ્યૂચર ટેક
એપલ સૌથી એડવાન્સ ગેજેટ્સ બનાવતી કંપની છે. તેના ગેજેટ્સ દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. તેની કિંમત પણ બીજી બધી કંપનીઓની પ્રોડક્ટ્સ કરતા વધુ હોવા છતાં લોકો એપલ પ્રોડક્ટ ખરીદવા માટે લાઇનો લગાડે છે. અહીંયા એપલ કંપનીના લેટેસ્ટ ગેજેટ્સની ૧૦ કોન્સેપ્ટ ડિઝાઇન આપવામાં આવી છે. જે જ્હોની આઇવ અને તેની ટીમે તૈયાર કરી છે. વેબ પર જોવા મળતા ગેજેટ્સની તેમણે ફયૂચરિસ્ટિક અને ફન ડિઝાઇનો તૈયાર કરી છે. આશા રાખીએ કે તે ઝડપથી માર્કેટમાં પણ જોવા મળે.
1. Tribook
જે લોકો ઓફિસમાં કે ઘરે કામ કરતી વખતે ડયુઅલ સ્ક્રીન સેટઅપ યૂઝ કરતા હશે તેમને આ આઇડિયા ખૂબ ગમશે. તેમાં એક સાથે ઘણા કામ કરી શકાય છે. તેની સાથે ત્રીજું ટચ સ્ક્રિન પેડ અટેચ કરાયું છે. જે જેસ્ચર કંટ્રોલની મદદથી યૂઝ કરી શકાશે.
2 . iShow
આ એક પોર્ટેબલ પ્રોજેક્ટર છે. તેને આસાનીથી આઇફોન સાથે સેટ કરી શકાય છે. કેટલાંક લોકોને પ્રેઝન્ટેશન બતાડવા માટે પ્રોજેક્ટરનો સહારો લેવો પડે છે તે લોકો માટે આ ડિવાઇસ યૂઝફુલ સાબિત થશે. હવે લોકો જ્યાં પણ ઇચ્છે ત્યાં પોતાનું પ્રેઝન્ટેશન બતાડી શકશે.
3. iPod Slide
પ્રોડક્ટનાં નામ પરથી જ માલૂમ પડે છે કે તેમાં સ્લાઇડની વાત કરવામાં આવી છે. આ આઇપોડમાં સ્લાઇડની સાથે ટચસ્ક્રીન ડિસ્પ્લે પણ રાખવામાં આવ્યું છે. તેની સાથે તેમાં એક્સટિરિયર કંટ્રોલ પણ ઉમેરાયા છે. જેને કારણે તેનું પ્લેબેક વધારે સરળ બનશે.
4. MacBook Touch
મેકબુક ટચ એક ફોલ્ડેબલ ઓએલઇડી ટચસ્ક્રીન ધરાવતું કમ્પ્યૂટર હશે જે ડિજિટલ કમ્પ્યૂટિંગની દુનિયામાં સુધારા લાવશે તેવી આશા છે. તે વ્હાઇટ અને બ્લેક બંને કલરમાં મળશે. તેનો કોઇ પણ જગ્યાએ આસાનીથી વપરાશ કરી શકાશે.
5 . iRing
આઇ રિંગ એક બ્લૂટૂથ રિમોટની જેમ કાર્ય કરશે. કમ્ફર્ટ જળવાય તે માટે તેની ડિઝાઇન રિંગ જેવી છે. આઇ રિંગ કોઇપણ આઇ ડિવાઇસ સાથે કનેક્ટ કરી શકશે. આ રિંગથી યૂઝર વોલ્યુમ એડજસ્ટ કરી શકશે સાથોસાથ પ્લે, પોઝ અને સ્કિપ કરી શકાય છે.
6. MagicBook
મેજિક બુકમાં કિ બોર્ડને ટચ સરફેસથી રિપ્લેસ કરવામાં આવ્યું છે. જે એક જાયન્ટ મેજિક ટ્રેકપેડ જેવું લાગશે. તેની ડાબી બાજુ એક બટન દબાવતા ફુલ ક્વેટ્રી કિ બોર્ડ બની જશે. તેને ગ્લાસ લેયરથી પ્રોટેક્ટ કરવામાં આવ્યુ છે. તેની ૧૦ મી.મી જેટલું પાતળું હોય છે.
7. GameDock
એપલના ગેજેટ્સ ગેમર્સને હજી સુધી ખુશ કરી શક્યા નથી, આ વાતનું ધ્યાન રાખીને આ ગેમિંગ કોન્સોલ બનાવાયુ છે. આઇ ડિવાઇસને બિગ સ્ક્રીન અને ગેમિંગ કંટ્રોલરને જોઇન્ટ કરીને કોન્સોલ બની શકાય છે. જેને કારણે કોન્સોલને સકસેસ મળશે તેવી શક્યતા છે.
8. Docking Storage
ડોકિંગ સ્ટોરેજમાં મોનિટર ગોઠવવાની સુવિધા છે જે આઇ વર્લ્ડનું સેન્ટર બનશે. તેમાં ૩ ડિવાઇસ ડિસ્પ્લે કરવાની સુવિધા છે.
9. OS Calculator
કેલ્ક્યુલેટની આ એક ફન ડિઝાઇન છે. Mac OS's calculator રિયલ લાઇફની અંદર પણ બનાવી શકાય છે. જે ગણિતની ગણતરી એકદમ સરળતાથી સારી રીતે કરી શકશે.
10. iPhone Color
અત્યાર સુધી આઇફોનના પાંચ વર્ઝન રિલીઝ થઇ ચૂક્યા છે. પરંતુ તમામના રંગ એકદમ સરળ હતા. જેને કારણે કેટલાક લોકો પ્રભાવિત થતા નથી. આ વાતને ધ્યાન રાખીને આઇફોન અને આઇપોડ ટચને અલગ અલગ રંગોમાં ડિઝાઇન કરાયા છે
|
Monday, December 31, 2012
એપલના ૧૦ ફ્યૂચરિસ્ટિક કોન્સેપ્ટ
Monday, December 17, 2012
૨૦૧૨ ઓક્ટોબર સુધીમાં કુલ ૧૪,૦૦૦ વેબસાઇટ્સ હેક કરાઈ
નવીદિલ્હી, તા. ૧૬
સરકારનાં જુદાં જુદાં મંત્રાલયો અને વિભાગોની કુલ ૨૯૪ વેબસાઇટ્સ હેક થઈ હતી
ચાલુ વર્ષે ઓક્ટોબર મહિના સુધીમાં ૧૪,૦૦૦ કરતાં પણ વધુ વેબસાઇટ્સ હેક કરાઈ હતી. ૨૦૦૯ની સરખામણીમાં હેકિંગની ઘટનાઓમાં ૫૭ ટકા વધારો નોંધાયો હતો. ૨૦૦૯માં ૯,૧૮૦, ૨૦૧૦માં કુલ ૧૬,૧૨૬ વેબસાઇટ્સ હેક કરાઇ હતી, જે સંખ્યા ૨૦૧૧માં વધીને ૧૪,૨૩૨ થઈ હતી, જોકે ચાલુ વર્ષે પહેલા દસ મહિનામાં જ કુલ ૧૪,૩૦૦ વેબસાઇટ્સ હેક થઈ ગઈ હતી. કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના અહેવાલમાં આ અંગે માહિતી આપી હતી.
આઈટી મિનિસ્ટર કપિલ સિબ્બલે સંસદમાં જણાવ્યું હતું કે, હેકિંગના હુમલા સામે સંસ્થાઓની તૈયારીનુ પરીક્ષણ કરવા સરકારે વર્ષ ૨૦૦૯ના નવેમ્બર મહિનાથી આ પ્રકારની છ સાઇબર સિક્યુરિટી મોકડ્રિલ યોજી હતી. ૨૦૦૨માં જાન્યુઆરીથી ઓક્ટોબર માસ દરમિયાન સરકારનાં જુદાં જુદાં મંત્રાલયો અને વિભાગોની કુલ ૨૯૪ વેબસાઇટ્સ હેક કરાઈ હતી. સિબ્બલે જણાવ્યું હતું કે, સાઇબર સલામત માટે સ્વાયત સંસ્થા સ્થાપવાનો કોઇ પ્રસ્તાવ નથી. વધુમાં સિબ્બલે જણાવ્યું હતું કે, નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડા અનુસાર આઈટી એક્ટ અને સાઇબર ક્રાઇમ સંબંધિત આઇપીસીના કાયદા હેઠળ ૨૦૦૯માં ૬૯૬, ૨૦૧૦માં ૧,૩૨૨ અને ૨૦૧૧માં ૨,૨૧૩ ગુનાઓ નોંધાયા હતા.
૨૦૧૧માં આઇટી એક્ટ હેઠળ ૧,૧૮૪ અને આઇપીસી હેઠળ ૪૪૬ લોકોની ધરપકડ કરાઇ હતી. ૨૦૧૧માં આઇટી એક્ટ હેઠળ ૧૫૭ કેસ રજિસ્ટર કરાયા હતા જ્યારે ૬૫ વ્યક્તિઓની તે માટે ધરપકડ કરાઈ હતી જ્યારે અશ્લીલ ફોટાના ફેલાવા માટે ૪૯૬ કેસ નોંધાયા હતા અને ૪૪૩ લોકોની ધરપકડ કરાઈ હતી. આઇપીસી હેઠળ ૨૦૧૧માં સૌથી વધારે ૨૫૯ કેસ નોંધાયા હતા અને તેના માટે ૨૭૭ વ્યક્તિઓની ધરપકડ કરાઇ હતી.
Sunday, December 16, 2012
ટ્વીટરે શરૃ કરી ઇન્સ્ટાગ્રામ જેવી ફોટો ફીચર સુવિધા
Dec 11, 2012
સાનફ્રાન્સિસ્કો, તા. ૧૧
યૂઝર્સ હવે તેના ફોટોને એડિટ અને રિફાઇન કરી શકશે
માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વીટરે તેના હોમપેજ પર ઇન્સ્ટાગ્રામ (સોશિયલ વેબસાઇટ) સ્ટાઇલનું સ્માર્ટફોન ફોટો શેરિંગ ફીચર ઉમેર્યું છે. અગાઉ સોશિયલ નેટર્વિંકગ સાઇટ ફેસબુક પર આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ ફીચરથી ટ્વીટ કરેલા મેસેજમાં યૂઝર તેમની ઇમેજ જોઈ શકશે. ઇન્સ્ટાગ્રામ એ ફ્રી ફોટો શેરિંગ પ્રોગ્રામ અને સોશિયલ નેટવર્ક છે. આ ફીચરથી યૂઝર ફોટો લઈ શકશે અને તેને ડિજિટલ ફિલ્ટરમાં એપ્લાય કરી શેયર કરી શકશે.
ઇન્ટાગ્રામ ટ્વીટર કાર્ડ્સને સુવિધા પૂરી પાડશે, તેનાથી ફોટો શેરિંગ સુવિધાથી લેવાયેલી ઇમેજ વધુ સમય સુધી માઇક્રોબ્લોગિંગ નેટવર્ક ટ્વીટરના ફીડ સ્ટ્રીમ્સમાં દેખાશે નહિ.
ટ્વીટરે તેના બ્લોગમાં લખ્યું છે કે, તેના યૂઝર્સ મંગળવારથી તેમના ફોટોઝને એડિટ અને રિફાઇન કરી શકશે. તેણે ઉમેર્યું છે કે રોજ લાખો લોકો વિશ્વમાં શું બની રહ્યું છે તેવા વિચારે ટ્વીટર સાથે જોડાય છે. એ જ રીતે આત્મ અભિવ્યક્તિના સૌથી અનિવાર્ય સ્વરૃપોમાં વ્યક્તિનો ફોટો તેની અભિવ્યક્તિઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ટ્વીટરનું પાર્ટનર એવિઅરીએ 'ફિલ્ટર' ફીચરની સુવિધા પાડી છે તે એપલ આઇફોન્સ અને અન્ય સ્માર્ટફોન્સમાં જોવા મળતાં એન્ડ્રોઇડ સોફ્ટરવેરમાં ઉપયોગમાં લેવાતા એપ્લિકેશન્સની જેમ ફોટોને ઇફેક્ટ્સ આપે છે.
|
કમ્પ્યુટર ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો?
Dec 07, 2012
કમ્પ્યુટર નોલેજ
જ્યા રે પણ તમે નવું કમ્પ્યુટર ખરીદો છો ત્યારે નોર્મલી આપણે એવું જ વિચારતા હોઈએ છીએ કે કમ્પ્યુટરમાં એક મોનિટર, સીપીયુ, કી-બોર્ડ અને માઉસ આવે તે જોઈને લેવાનું હોય વધારેમાં વધારે સ્પીકર હોય પરંતુ આ તો થયા ઉપરી સ્પેરપાર્ટ. જેના લીધે કમ્પ્યુટર ચાલે છે, જે કમ્પ્યુટરનું હાર્ટ છે તેવા સ્પેરપાર્ટ વિશે પણ થોડું નોલેજ હોવું જરૂરી છે. તો આપણે કમ્પ્યુટર ખરીદતી વખતે કઈ બાબતોની કાળજી રાખવાની હોય છે તે અંગે થોડું જાણીએ.
* કમ્પ્યુટર ખરીદતી વખતે તેનાં સીપીયુ માટેની હાર્ડડિસ્ક, રેમ, પ્રોસેસર, મધરબોર્ડ વગેરે જેવી વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ.
* હાર્ડડિસ્ક કેટલા જીબીની છે તે ચેક કરવું જોઈએ, જેટલા વધારે જીબી તેટલો વધારે ડેટા સમાય. રેમ કમ્પ્યુટરની સ્પીડ માટે હોય છે, આ રેમ જેટલાં વધારે જીબીની હોય તેટલું કમ્પ્યુટર ફાસ્ટ કામ કરે.
* પ્રોસેસર અને મધરબોર્ડનું પણ આગવું મહત્ત્વ છે, જ્યારે પણ તમે કમ્પ્યુટર ખરીદવા જાઓ ત્યારે આ તમામ વસ્તુની માહિતી મેળવીને લેટેસ્ટ વર્ઝન ચેક કરીને જ લેવું જોઈએ.
* એ ઉપરાંત તમે એડિશનલ ગેઝેટ પણ લઈ શકો છો, જેમ કે પેન ડ્રાઈવ, વેબ કેમ્પ, એક્સ્ટ્રા હાર્ડડિસ્ક, ઇન્ટરનેટ ડોંગલ જેવી વસ્તુ પણ ઉપયોગ પ્રમાણે ખરીદી શકાય છે.
* કમ્પ્યુટરની ખરીદી વખતે ખાસ આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આગળ જતાં જરૂર પડયે આ બધી વસ્તુઓમાં થતો ખરીદીનો વધારાનો ખર્ચ બચાવી શકાય છે.
|
Subscribe to:
Posts (Atom)