Sunday, December 16, 2012

ટ્વીટરે શરૃ કરી ઇન્સ્ટાગ્રામ જેવી ફોટો ફીચર સુવિધા

Dec 11, 2012

સાનફ્રાન્સિસ્કો, તા. ૧૧
યૂઝર્સ હવે તેના ફોટોને એડિટ અને રિફાઇન કરી શકશે
માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વીટરે તેના હોમપેજ પર ઇન્સ્ટાગ્રામ (સોશિયલ વેબસાઇટ) સ્ટાઇલનું સ્માર્ટફોન ફોટો શેરિંગ ફીચર ઉમેર્યું છે. અગાઉ સોશિયલ નેટર્વિંકગ સાઇટ ફેસબુક પર આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ ફીચરથી ટ્વીટ કરેલા મેસેજમાં યૂઝર તેમની ઇમેજ જોઈ શકશે. ઇન્સ્ટાગ્રામ એ ફ્રી ફોટો શેરિંગ પ્રોગ્રામ અને સોશિયલ નેટવર્ક છે. આ ફીચરથી યૂઝર ફોટો લઈ શકશે અને તેને ડિજિટલ ફિલ્ટરમાં એપ્લાય કરી શેયર કરી શકશે.
ઇન્ટાગ્રામ ટ્વીટર કાર્ડ્સને સુવિધા પૂરી પાડશે, તેનાથી ફોટો શેરિંગ સુવિધાથી લેવાયેલી ઇમેજ વધુ સમય સુધી માઇક્રોબ્લોગિંગ નેટવર્ક ટ્વીટરના ફીડ સ્ટ્રીમ્સમાં દેખાશે નહિ.
ટ્વીટરે તેના બ્લોગમાં લખ્યું છે કે, તેના યૂઝર્સ મંગળવારથી તેમના ફોટોઝને એડિટ અને રિફાઇન કરી શકશે. તેણે ઉમેર્યું છે કે રોજ લાખો લોકો વિશ્વમાં શું બની રહ્યું છે તેવા વિચારે ટ્વીટર સાથે જોડાય છે. એ જ રીતે આત્મ અભિવ્યક્તિના સૌથી અનિવાર્ય સ્વરૃપોમાં વ્યક્તિનો ફોટો તેની અભિવ્યક્તિઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ટ્વીટરનું પાર્ટનર એવિઅરીએ 'ફિલ્ટર' ફીચરની સુવિધા પાડી છે તે એપલ આઇફોન્સ અને અન્ય સ્માર્ટફોન્સમાં જોવા મળતાં એન્ડ્રોઇડ સોફ્ટરવેરમાં ઉપયોગમાં લેવાતા એપ્લિકેશન્સની જેમ ફોટોને ઇફેક્ટ્સ આપે છે.

No comments:

Post a Comment