Friday, September 20, 2013

કમ્પ્યુટર નોલેજ સોફ્ટવેર વિના સીડી/ડીવીડી કેમ રાઇટ થાય?

બા ળદોસ્તો, આમ તો મોટેભાગે આપણે સીડી કે ડીવીડી રાઇટ કરવા માટે નેરો, વિન્ડો મીડિયા પ્લેયર, વીએલસી પ્લેયર જેવાં ઓડિયો/વીડિયો સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે ક્યારેક કમ્પ્યુટરમાં આવાં સીડી કે ડીવીડી રાઇટ કરનારાં સોફ્ટવેર ન હોય તો શું થઈ શકે? મોટાભાગના લોકો એમ જ માને છે કે સોફટવેર ઇન્સ્ટોલ કરેલાં હોય તો જ સીડી કે ડીવીડી રાઇટ થઈ શકે. જોકે, આ વાત ખરી નથી. વિન્ડોઝ એક્સપીની કોઈ પણ સિસ્ટમમાં સોફ્ટવેર વગર સીડી/ડીવીડી રાઇટ કરવાની ક્ષમતા હોય છે. વિન્ડોઝની પોતાની મદદથી કેવી રીતે સીડી/ડીવીડી રાઇટ કરી શકાય તે સમજીએ.
 સીડી/ડીવીડી રાઇટ કરવા માટે CD-R  ફીચર ચાલુ હોવું જરૃરી છે. જો એ ચાલુ ન હોય તો computer > CD Drive  પર રાઇટ ક્લિક કરો. તેમાંEnable CD Recording on this drive લખેલી વિન્ડો ખૂલશે. તેને ક્લિક કરીને નીચે લખેલું Fastest પસંદ કરો.
 હવે તમારી પાસે રહેલી ખાલી સીડી/ડીવીડી ડ્રાઇવમાં નાખો. જે ડેટા તમે સીડી/ડીવીડીમાં રાઇટ કરવા માગો છો તેને કોપી કરો.
 કોપી કરેલો ડેટા સીડી/ડીવીડી ડ્રાઇવમાં પેસ્ટ કરી દો. તમે નાખેલો ડેટા ત્યાં કામચલાઉ ધોરણે દેખાશે.
 હવે એ વિન્ડોની ડાબી બાજુમાં બ્લૂ પેનલ Write thede files to CD લખેલું દેખાશે તેને સિલેક્ટ કરો.
 આમ કર્યા બાદ CD write wizard નામનું બોક્સ ખૂલશે. ત્યાં તમે સીડીનું નામ નાખશો એટલે કામચલાઉ ફાઇલ સેવ થઈ જશે.
 જો તમે નવી બ્લેન્ક સીડી/ડીવીડીને બદલે અગાઉ વાપરેલી ચાલુ સીડી/ડીવીડી લીધી હોય તો બ્લૂ પેનલમાં જ Erase this CD-RW  વિકલ્પ પસંદ કરીને જૂનો તમામ ડેટા ડિલીટ કરી નાખવો.


No comments:

Post a Comment