Friday, October 4, 2013

ડિલીટ ન થતી ફાઇલ્સને કેવી રીતે દૂર કરશો?


કમ્પ્યુટર નોલેજ
બાળદોસ્તો, આપણાં કમ્પ્યુટરમાં કેટલીક ફાઇલ્સ ગુંદરની જેમ ચોંટી જતી હોય છે. આવી કરપ્ટ ફાઇલને ડિલીટ કરવા છતાં તે ડિલીટ થતી નથી. તેને ડિલીટ કરવાની તમામ કોશિશ નાકામયાબ થઈ જાય છે. તેને ડિલીટ કરવા જઈએ ત્યારે તે એરર બતાવે છે. આવી જિદ્દ લઈને બેઠેલી ફાઇલને કોપી-પેસ્ટ કે કટ-પેસ્ટ કરીને પણ હટાવી શકાતી નથી. તો પછી આવી ફાઇલને કાઢવી કેવી રીતે? દોસ્તો,આવી ફાઇલ્સને સાવ સહેલાઈથી દૂર કરી શકાય છે. નીચે મુજબની રીત અજમાવવાથી તમે આવી ફાઇલને દૂર કરી શકો છો.
૧. સૌપ્રથમ તો તમે આવી ફાઇલ જે જગ્યા પર છે તેનો પાથ લખી રાખો. દા.ત. C:\Documents and Settings\Admin\ Desktop\car design.દોસ્તો, આ પાથ લખી રાખવો જરૃરી છે, કેમ કે જ્યારે કમ્પ્યુટર આગળની પ્રક્રિયામાં તમને તેના વિશે પૂછે ત્યારે તમને એ ખબર હોય.
૨. પાથ લખી લીધા બાદ કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો અને F8 કી દબાવી તેને બૂટ કરો.
૩ દોસ્તો, હવે તમને Advanced Boot Options નું મેનુ દેખાશે. આ મેનુમાં વિવિધ બાબતો લખેલી હશે. તેમાં Safe Mode with Command Prompt પર ક્લિક કરી તે વિભાગમાં જાવ.
૪. બસ, હવે તમારે જે ફાઇલ ડિલીટ કરવાની છે તેનો પાથ નાખવાનો રહેશે. તમે અગાઉ લખી લીધેલો પાથ કાળજીપૂર્વક નાખો.
૫. પાથ નાખી દીધા બાદ હવે del mobi.txt એવું ટાઇપ કરો અને એન્ટર આપી દો.

તમે જે ફાઇલને ડિલીટ કરવા મથી રહ્યા હતા તે જિદ્દી ફાઇલ આખરે તમારા કમ્પ્યુટરમાંથી ડિલીટ થઈ ગઈ છે. બાળદોસ્તોતમે કમ્પ્યુટરના બૂટ મોડમાં કામ કરવાના છો એટલે આ સમયે સોફ્ટવેરની જાણકાર વ્યક્તિ સાથે રાખવી હિતાવહ છે.

No comments:

Post a Comment