કમ્પ્યુટર નોલેજ
કમ્પ્યૂટરમાં લોગિન બે રીતે થઈ શકાય, એડમિનિસ્ટ્રેટર અથવા યુઝર દ્વારા, પરંતુ જ્યારે યુઝર પાસવર્ડ ભૂલી જવાય ત્યારે? કમ્પ્યૂટરમાં લોગિન કેવી રીતે થવું? વિન્ડોઝ એક્સપીમાં જ્યારે તમે યુઝર અથવા એડમિનિસ્ટ્રેટર પાસવર્ડ ભૂલી જાઓ ત્યારે નીચેનાં સ્ટેપ્સને અનુસરો.
જ્યારે કમ્પ્યૂટરમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારે તે ઓટોમેટિક ડિફોલ્ટ એકાઉન્ટ તૈયાર કરે છે જેનું નામ એડમિનિસ્ટ્રેટર હોય છે અને નીચે પાસવર્ડની જગ્યા ખાલી હોય છે. તમે અહીં નવાં યુઝર એકાઉન્ટ બનાવીને તમારો પાસવર્ડ સેટ કરી શકો છો. પાસવર્ડ ભૂલી ગયા હો અથવા અન્ય કારણસર તેને રિસેટ કરવો હોય તો નીચેનાં સ્ટેપ્સને અનુસરો.
* યુઝર પાસવર્ડ રિસેટ કરવા માટે સિસ્ટમ (કમ્પ્યૂટર)ને સ્ટાર્ટ કરો અને જ્યારે વિન્ડોઝ વેલકમ સ્ક્રીન અથવા લોગિન સ્ક્રીન જોવા મળે ત્યારે CTRL + ALT + DEL કી એકસાથે દબાવો.
* આટલું કરતાં થોડી વાર પછી ક્લાસિક લોગિન બોક્સ જોવા મળશે.
* હવે કમ્પ્યૂટરે બાય ડિફોલ્ટ બનાવેલ એડમિનિસ્ટ્રેટર એકાઉન્ટનો તમે ઉપયોગ કરી શકો છો. યુઝર નેમના ખાનામાંAdministrator ટાઇપ કરો અને પાસવર્ડના ખાનામાં કંઈ ટાઇપ ન કરતાં ખાલી જ રહેવા દો. પછી એન્ટર દબાવો.
* હવે તમે સિસ્ટમમાં લોગિન થઈ શકશો. એક વાર એન્ટર થઈ ગયા પછી હવે સમય છે વિન્ડોઝ એક્સપીના ભુલાઈ ગયેલા પાસવર્ડને રિસેટ કરવાનો.
* નવો પાસવર્ડ નાખવા કન્ટ્રોલ પેનલમાં જાઓ. ત્યાર બાદ યુઝર એકાઉન્ટમાં જાઓ. તેમાં રિસેટ પાસવર્ડના ઓપ્શન પર જઈને નવો પાસવર્ડ ટાઇપ કરો.
No comments:
Post a Comment