કમ્પ્યુટર નોલેજ
ક મ્પ્યૂટર ધીમું ચાલતું હોય અને કામમાં સાથ ન આપતું હોય ત્યારે ખરેખર ખૂબ જ કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. કમ્પ્યૂટર ધીમું ચાલતું હોય તો તેની ઝડપ વધારવાના બે પ્રાથમિક ઉપાય અજમાવી શકાય છે. કદાચ આ ઉપાય અજમાવવાથી કમ્પ્યૂટરની ઝડપ વધી શકે છે.
ડિસ્ક ક્લિનઅપ કરો. આ માટે Start > Programs > Accessories > System Tools > Disk Cleanup પર ક્લિક કરો. જેમાં તમારે જે તે ડ્રાઇવ સિલેક્ટ કરવાની રહેશે. ડિસ્ક ક્લીનઅપ તમારા કમ્પ્યૂટરની કામચલાઉ ઇન્ટરનેટ ફાઇલ્સ દૂર કરે છે. વળી, રિસાઇકલ બિન ખાલી કરે છે.
હાર્ડ ડ્રાઇવ ડિફ્રેગમેન્ટ કરો. આ માટે Start > Programs > Accessories > System Tools > Disk Defragment ક્લિક કરો. જેમાં તમારે જે તે ડ્રાઇવ સિલેક્ટ કરી Defragment બટન ક્લિક કરવાનું રહેશે, જે પોતાની પ્રવૃત્તિ ચાલુ કરી દેશે. Defragmentદ્વારા તમારા કમ્પ્યૂટરમાં જે બિનઉપયોગી તેમજ ઓછી જરૂરિયાતની હોય તેવી ફાઇલ્સને પોતાની રીતે સેટ કરશે, જેથી પ્રોસેસ દરમિયાન તે ફાઇલોને રીડ કરવામાં કમ્પ્યૂટરનો સમય ન જાય અને ઝડપમાં થોડો વધારો આવી જાય છે.
|
Wednesday, February 6, 2013
કમ્પ્યૂટરની ઝડપ વધારવાના બે સરળ ઉપાય
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment