Jul 12, 2013 |
કમ્પ્યુટર નોલેજ
કમ્પ્યુટર પર કામ કરતી વખતે ઘણી વખત અચાનક કમ્પ્યુટરની સ્પીડ ઘટી જાય છે અને પછી એક સાથે વધુ ફાઇલ્સ ખુલ્લી હોય તો કમ્પ્યુટર હેંગ પણ થઈ જાય છે. કામ કરતી વખતે જો કમ્પ્યુટર હેંગ થઈ જાય તો બધું જ કામ અટકી પડે છે અને ફરીથી કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવું પડે છે. આ સ્થિતિ નિવારવા માટે એક ટેકનિક અજમાવવામાં આવે તો એક પણ ફાઇલ બંધ કર્યા વગર ફરીથી કમ્પ્યુટરને કામ કરતું કરી શકાય છે. આ રીત એકદમ સરળ છે અને તેની મદદથી કામમાં આવી રહેલો અવરોધ ઘણા અંશે નિવારી શકાય છે.* આવી સ્થિતિમાં માઉસ પોઇન્ટર ચાલતું અટકી ગયું હશે એટલે તમારે કી બોર્ડની મદદ જ લેવી પડશે. કી બોર્ડમાં રહેલાં ત્રણ બટન પ્રેસ કરવાનાં રહેશે.
* કન્ટ્રોલ, શિફ્ટ અને કી બોર્ડની એકદમ ડાબી તરફ આવેલી કી ESCએકસાથે પ્રેસ કરીએ એટલે વિન્ડો ટાસ્ક મેનેજરનું બોક્સ ખૂલશે.
* આ બોક્સમાં છેલ્લે એન્ડ ટાસ્ક નામનો વિકલ્પ હશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
* આટલું કરીએ એટલે કમ્પ્યુટર ફરીથી શરૂ થઈ જશે.
* ટાસ્ક મેનેજરનું બોક્સ ખૂલે તેમાં અન્ય પણ ઘણાં વિકલ્પો હોય છે. જેમ કે,કમ્પ્યુટરને શટ ડાઉન કરી દેવું હોય તો પણ આ બોક્સ ઉપયોગી થઈ શકે છે.