Aug 23, 2013 |
કમ્પ્યુટર નોલેજ
રેન્ડમ એક્સેસ મેમરી (RAM) એ કમ્પ્યુટરની વર્કિંગ મેમરી છે. એડિશનલ 'રેમ' એટલે અગાઉ જેટલા જ સમયમાં વધુ માહિતી સાથે કામ પાર પાડવાની ક્ષમતા. એનાથી સિસ્ટમના કુલ પર્ફોર્મન્સ ઉપર નાટયાત્મક અસર પડે છે. રેમને મુખ્ય મેમરી, ઇન્ટરનલ મેમરી,પ્રાઇમરી સ્ટોરેજ મેમરી સ્ટિક (stick) એટલે કે રેમ સ્ટિક તરીકે પણ ઓળખવામાં આવે છે. રેમને સાદી ભાષામાં મેમરી તરીકે ઓળખવામાં આવે છે. દરેક મધરબોર્ડ અમુક મર્યાદામાં મેમરી સપોર્ટ કરે છે, માટે કમ્પ્યુટર ખરીદતા પહેલાં એ ચેક કરી લેવું જોઈએ.ડેસ્કટોપ કમ્પ્યુટરની મેમરીની સ્ટાન્ડર્ડ મોડયુલ કે સ્ટિક લાંબી, પાતળી,નાની ફૂટપટ્ટી આકારની હોય છે. મેમરી મોડયુલના તળિયે માર્ગદર્શકરૂપ ખાંચા હોય છે, જેથી એનું બરાબર ઇન્સ્ટોલેશન થઈ શકે છે. જાણીતા રેમ ઉત્પાદકોમાં કિંગસ્ટન, પીએનવાય, ક્રુસિયલ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.
મેમરી મોડયુલમાં મેમરી ઇન્સ્ટોલ કરવા માટે મધરબોર્ડમાં આવેલા સ્લોટનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક મોડયુલ અમુક જ સ્લોટમાં ફિટ થાય છે, માટે મધરબોર્ડ પહેલાં ચેક કરવું. અત્યારે જે આધુનિક મેમરી મોડયુલ મળે છે એમાં ૨૫૬ એમબી, ૫૧૨ એમબી, એક જીબી, બે જીબી, ચાર જીબી અને આઠ જીબીની સાઇઝનો સમાવેશ થાય છે.
કમ્પ્યુટરમાં મેમરી બદલવા માટે જાતે જૂની મેમરી દૂર કરી નવી મેમરી એના સ્થાને નાખી શકાય છે.
No comments:
Post a Comment