Friday, August 23, 2013

આઈપી એડ્રેસ કેવી રીતે જાણી શકાય?


Aug 02, 2013

કમ્પ્યુટર નોલેજ
દરેક કમ્પ્યુટરની પોતાની એક આગવી ઓળખ હોય છે. આ ઓળખને આધારે જ તેનું ઈન્ટરનેટ સાથેનું કામ પાર પડતું હોય છે. જેવી રીતે કોઈ કાર કે મોટરસાઇકલમાં તેનો એન્જિન નંબર અને ચેસીસ નંબર હોય છે તેવી જ રીતે કમ્પ્યુટરનું આઈપી એડ્રેસ હોય છે. કમ્પ્યુટરના આઈપી એડ્રેસની જરૂર નેટવર્કિંગ અને ઈન્ટરનેટના જોડાણ વખતે ખાસ પડતી હોય છે. નેટવર્કિંગની કોઈ પણ સમસ્યા ઉકેલવા માટે એન્જિનિયરને આઈપી એડ્રેસ અનિવાર્ય બની રહે છે. આઈપી એડ્રેસનું આખું નામ ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ છે. આઈપીના આધારે જ પોલીસ સાઈબર ક્રાઈમના ગુનાઓ ઉકેલતી હોય છે. હેકર્સ પણ આઈપીના આધારે જ કામ કરતાં હોય છે. હવે ધારો કે તમારે કમ્પ્યુટર સાથે ઈન્ટરનેટનું જોડાણ કરવું છે પણ તમને તમારા આઈપી એડ્રેસની જાણ નથીતો શું કરશોઆઈપી જાણવાનો રસ્તો સાવ સહેલો છે. તમામ કમ્પ્યુટરમાં સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમને Run નામનો એક ઓપ્શન દેખાશે. આ Run ને ક્લિક કરો. હવે રનના ઓપ્શનમાં CMD ટાઈપ કરો. એક કાળા રંગની વિન્ડો ખૂલેલી દેખાશે. આ વિન્ડોમાં IPCONFIG\ALL ટાઈપ કરો. આમ ટાઈપ કરતાં જ તમને અનેક માહિતી દેખાશે. જ્યાંIPAddress લખેલું હશે ત્યાં સામે તમને નંબર દેખાશે. આ નંબર એ તમારું આઈપી એડ્રેસ છે.
 

No comments:

Post a Comment