કમ્પ્યુટર નોલેજ
કમ્પ્યુટરની સુરક્ષા માટે પાસવર્ડ જરૂરી હોય છે. આ પાસવર્ડ અનેક મુસીબતોથી આપણને બચાવતો હોય છે. જોકે,ખરી સમસ્યા કોઈ કારણસર પાસવર્ડ ભૂલી જઈએ ત્યારે સર્જાય છે. બાળદોસ્તો, તમારે મૂંઝાવાની જરૂર નથી. કોઈ કારણોસર જો તમે કમ્પ્યુટરનો પાસવર્ડ ભૂલી ગયા હોવ તો તમે જાતે તેને કોઈની મદદ વગર બદલી પણ શકો છો. પાસવર્ડ બદલવા માટે પાયાની જરૂરિયાત છે કે તમારી પાસે જે તે કમ્પ્યુટરના એડમિનિસ્ટ્રેટિવ અધિકારો હોવા જોઈએ. મતલબ જો તમે એડમિન ન હો તો તમે કમ્પ્યુટરનો પાસવર્ડ બદલી ન શકો. પાસવર્ડ બદલવાની સરળ રીત આ મુજબ છે.સૌપ્રથમ તમે કમ્પ્યુટરના Start મેનુમાં જઈને Run પર ક્લિક કરો અને હવે Cmd ટાઇપ કરો. હવે તમારી સામે બ્લેક વિન્ડો દેખાશે. આ વિન્ડોમાં net user ટાઇપ કરો. આ ટાઇપ કરવાની સાથે તમને કમ્પ્યુટરના યુઝર એકાઉન્ટની માહિતી આવશે. આ જગ્યાએ net user (યુઝરનું નામ) ટાઇપ કરી એન્ટર આપો. જેમ કે, net user Rajesh.
આટલું કર્યા બાદ એન્ટર મારતાં જ કમ્પ્યુટર તમને નવા પાસવર્ડ માટે પૂછશે. હવે તમે નવો પાસવર્ડ ટાઇપ કરી શકો છો. નવો પાસવર્ડનાખતા અગાઉ તેને એક વાર કાગળ પર લખી લો એ બહેતર રહેશે. જેવો તમે પાસવર્ડ ટાઇપ કરશો કે તમને તે દેખાતો બંધ થઈ જશે. હકીકતે પાસવર્ડ ટાઇપ થઈ રહ્યો છે, પણ તેને તમે પોતે પણ જોઈનહીં શકો. એટલા માટે જ તમે જે પણ કી દબાવો છો તે લખી લો તે યોગ્ય રહેશે. પાસવર્ડ ટાઇપ કરીને એન્ટર આપશો એટલે તમને પાસવર્ડને કન્ફર્મ કરવાની નોટિસ મળશે. તમે ફરીથી પાસવર્ડનાખીને જેવો તેને કન્ફર્મ કરશો તેમ તરત જ તમારો નવો પાસવર્ડ સેટ થઈ જશે. છેને એકદમ સરળ! બાળદોસ્તો જોજો હોં, આનો દુરુપયોગ ન કરતાં.
No comments:
Post a Comment