Tuesday, January 15, 2013

એપલના ૧૦ ફ્યૂચરિસ્ટિક કોન્સેપ્ટ


Dec 21, 2012
ફ્યૂચર ટેક
એપલ સૌથી એડવાન્સ ગેજેટ્સ બનાવતી કંપની છે. તેના ગેજેટ્સ દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. તેની કિંમત પણ બીજી બધી કંપનીઓની પ્રોડક્ટ્સ કરતા વધુ હોવા છતાં લોકો એપલ પ્રોડક્ટ ખરીદવા માટે લાઇનો લગાડે છે. અહીંયા એપલ કંપનીના લેટેસ્ટ ગેજેટ્સની ૧૦ કોન્સેપ્ટ ડિઝાઇન આપવામાં આવી છે. જે જ્હોની આઇવ અને તેની ટીમે તૈયાર કરી છે. વેબ પર જોવા મળતા ગેજેટ્સની તેમણે ફયૂચરિસ્ટિક અને ફન ડિઝાઇનો તૈયાર કરી છે. આશા રાખીએ કે તે ઝડપથી માર્કેટમાં પણ જોવા મળે.
1. Tribook
જે લોકો ઓફિસમાં કે ઘરે કામ કરતી વખતે ડયુઅલ સ્ક્રીન સેટઅપ યૂઝ કરતા હશે તેમને આ આઇડિયા ખૂબ ગમશે. તેમાં એક સાથે ઘણા કામ કરી શકાય છે. તેની સાથે ત્રીજું ટચ સ્ક્રિન પેડ અટેચ કરાયું છે. જે જેસ્ચર કંટ્રોલની મદદથી યૂઝ કરી શકાશે.
2 . iShow
આ એક પોર્ટેબલ પ્રોજેક્ટર છે. તેને આસાનીથી આઇફોન સાથે સેટ કરી શકાય છે. કેટલાંક લોકોને પ્રેઝન્ટેશન બતાડવા માટે પ્રોજેક્ટરનો સહારો લેવો પડે છે તે લોકો માટે આ ડિવાઇસ યૂઝફુલ સાબિત થશે. હવે લોકો જ્યાં પણ ઇચ્છે ત્યાં પોતાનું પ્રેઝન્ટેશન બતાડી શકશે.
3. iPod Slide
પ્રોડક્ટનાં નામ પરથી જ માલૂમ પડે છે કે તેમાં સ્લાઇડની વાત કરવામાં આવી છે. આ આઇપોડમાં સ્લાઇડની સાથે ટચસ્ક્રીન ડિસ્પ્લે પણ રાખવામાં આવ્યું છે. તેની સાથે તેમાં એક્સટિરિયર કંટ્રોલ પણ ઉમેરાયા છે. જેને કારણે તેનું પ્લેબેક વધારે સરળ બનશે.
4. MacBook Touch
મેકબુક ટચ એક ફોલ્ડેબલ ઓએલઇડી ટચસ્ક્રીન ધરાવતું કમ્પ્યૂટર હશે જે ડિજિટલ કમ્પ્યૂટિંગની દુનિયામાં સુધારા લાવશે તેવી આશા છે. તે વ્હાઇટ અને બ્લેક બંને કલરમાં મળશે. તેનો કોઇ પણ જગ્યાએ આસાનીથી વપરાશ કરી શકાશે.
5 . iRing
આઇ રિંગ એક બ્લૂટૂથ રિમોટની જેમ કાર્ય કરશે. કમ્ફર્ટ જળવાય તે માટે તેની ડિઝાઇન રિંગ જેવી છે. આઇ રિંગ કોઇપણ આઇ ડિવાઇસ સાથે કનેક્ટ કરી શકશે. આ રિંગથી યૂઝર વોલ્યુમ એડજસ્ટ કરી શકશે સાથોસાથ પ્લે, પોઝ અને સ્કિપ કરી શકાય છે.
6. MagicBook
મેજિક બુકમાં કિ બોર્ડને ટચ સરફેસથી રિપ્લેસ કરવામાં આવ્યું છે. જે એક જાયન્ટ મેજિક ટ્રેકપેડ જેવું લાગશે. તેની ડાબી બાજુ એક બટન દબાવતા ફુલ ક્વેટ્રી કિ બોર્ડ બની જશે. તેને ગ્લાસ લેયરથી પ્રોટેક્ટ કરવામાં આવ્યુ છે. તેની ૧૦ મી.મી જેટલું પાતળું હોય છે.
7. GameDock
એપલના ગેજેટ્સ ગેમર્સને હજી સુધી ખુશ કરી શક્યા નથી, આ વાતનું ધ્યાન રાખીને આ ગેમિંગ કોન્સોલ બનાવાયુ છે. આઇ ડિવાઇસને બિગ સ્ક્રીન અને ગેમિંગ કંટ્રોલરને જોઇન્ટ કરીને કોન્સોલ બની શકાય છે. જેને કારણે કોન્સોલને સકસેસ મળશે તેવી શક્યતા છે.
8. Docking Storage
ડોકિંગ સ્ટોરેજમાં મોનિટર ગોઠવવાની સુવિધા છે જે આઇ વર્લ્ડનું સેન્ટર બનશે. તેમાં ૩ ડિવાઇસ ડિસ્પ્લે કરવાની સુવિધા છે.
9. OS Calculator
કેલ્ક્યુલેટની આ એક ફન ડિઝાઇન છે. Mac OS's calculator રિયલ લાઇફની અંદર પણ બનાવી શકાય છે. જે ગણિતની ગણતરી એકદમ સરળતાથી સારી રીતે કરી શકશે.
10. iPhone Color
અત્યાર સુધી આઇફોનના પાંચ વર્ઝન રિલીઝ થઇ ચૂક્યા છે. પરંતુ તમામના રંગ એકદમ સરળ હતા. જેને કારણે કેટલાક લોકો પ્રભાવિત થતા નથી. આ વાતને ધ્યાન રાખીને આઇફોન અને આઇપોડ ટચને અલગ અલગ રંગોમાં ડિઝાઇન કરાયા છે.

No comments:

Post a Comment