Thursday, January 31, 2013

ઇન્ટરનેટનો ઝડપી ઉપયોગ કરવા માટે આ 10 બ્રાઉઝર શ્રેષ્ઠ



ઇન્ટરનેટનો ઝડપી ઉપયોગ કરવા માટે આ 10 બ્રાઉઝર શ્રેષ્ઠ
આજના ટેકનોલોજીના દોરમાં ઇન્ટરનેટની દુનિયા ઝડપથી દોડી રહી છે. આ વિશાળ દુનિયામાં હવે લગભગ દરેક લોકો કોઇને કોઇ રીતે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય છે. અલગ-અલગ કારણોના લીધે તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. પછી તે ઇમેલ માટે, ચેટિંગ માટે કે પછી ફેસબુક માટે.

ઇન્ટરનેટની દુનિયામાં બ્રાઉઝર્સનું ખૂબ મહત્વ છે. સામાન્ય રીતે ઇન્ટરનેટ યુઝર્સ ગૂગલનો કે મોઝિલા કે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ કરતો જોવા મળે છે. આ સિવાય ઓપેરા અને એપલના બ્રાઉઝરથી પણ લોકો પરિચિત છે.

પરંતુ શું તમે જાણો છો કે ઇન્ટરનેટની દુનિયામાં ફક્ત આ જ નહીં, અન્ય બ્રાઉઝર્સ છે જેના અંગે બહુ ઓછા લોકોને ખબર છે. તેમાંથી કયું બ્રાઉઝર બેસ્ટ છે અને કયા બ્રાઉઝરમાં સૌથી શ્રેષ્ઠ વેબ ફીચર્સ છે તે અંગેના પ્રશ્નો કેટલાંય લોકોના મનમાં થાય છે.

લગભગ 40 વેબ બ્રાઉઝર ઇન્ટરનેટ પર હાજર છે. તેમાંથી અમે 10 એવા વેબ બ્રાઉઝર્સની યાદી લઇને આવ્યા છીએ જે ચર્ચિત છે. શું છે તેની ખાસિયતો અને કેમ છે આટલા પ્રખ્યાત?

આમાંથી કયા શ્રેષ્ઠ બ્રાઉઝર છે, તેને તપાસવા માટે બે તબક્કા હોઇ શકે છે-
1. આ એ વેબ બ્રાઉઝર જેમાં સૌથી વધુ પૉઝિટીવ ફીચર્સ છે
2. આ એ વેબ બ્રાઉઝસ જેમાં સૌથી વધુ ખાસિયતો છે

સાચુ તો એ છે કે એવું કોઇ બ્રાઉઝર નથી જેમાં તમામ ખાસિયતો છે. પરંતુ આ બ્રાઉઝર્સમાં સૌથી વધુ ઉપયોગ થાય છે - મોઝિલા ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ, અને ઇન્ટરનેટ એક્સપ્લોરર.

હાલ ગૂગલ ક્રોમ દુનિયામાં સૌથી વધુ ઉપયોગ થતું બ્રાઉઝર છે. તમામ બ્રાઉઝર્સ પોતાને અપડેટ કરવામાં અને એક-બીજાને પછાડવામાં લાગ્યા છે. વેબ ડેવલપર્સ, એડ ઑન યુઝર્સ, બ્લોગર્સ, અને વેબ માસ્ટર્સ માટે બેસ્ટ ચોઇસ મોઝિલા ફાયરફોક્સ છે. આમનો સૌથી મોટો મુકાબલો ગૂગલ ક્રોમ સાથે છે અને બંને વચ્ચા માર્કેટમાં વૉર ચાલી રહ્યો છે.

ફાયરફોક્સનું સ્ટ્રોન્ગ સિક્યોરિટી ફીચર્સ તેને સૌથી વધુ પ્રખ્યાત બનાવે છે અને તેના બ્રાઉઝરની સાથે એડ ઑન્સ અને પ્લગ ઇન્સ ફીચર્સ પણ શ્રેષ્ઠ છે. ક્રોમ બ્રાઉઝરની સાથે ગૂગલની રેપ્યુટેશન જોડાયેલી છે અને તેમાં પણ જાણીતા ફીચર્સ છે. આ બંને વચ્ચે જોરદારની ટક્કર છે.

આ બ્રાઉઝરની સાથે યુઝર સૌથી વધુ કંફર્ટેબલ મહેસૂસ કરે છે. જે સિક્યોર અને વિશ્વસનીય છે. કારણ કે તેના પર તેઓ પોતાના પાસવર્ડ અને સેંસિટિવ ઇન્ફોર્મેશન્સ ટાઇપ કરે છે. ઑનલાઇન બેન્કિંગ થી લઇને કેટલાંય પ્રાઇવેટ કામ બ્રાઉઝર દ્વારા જ થાય છે. તેમાંથી કયા સૌથી વધુ વિશ્વસનીય અને સિક્યોર -

આવો જાઇએ આ ટોપ ટેન બ્રાઉઝર્સ અંગે, જાણો છો તેમાંથી કોણ કેટલાં બેસ્ટ છે અને કેટલું દમ છે. તસવીરો પર ક્લિક કરીને જાણો -

ઇન્ટરનેટનો ઝડપી ઉપયોગ કરવા માટે આ 10 બ્રાઉઝર શ્રેષ્ઠ
વાઇઝો (WYZO) બ્રાઉઝર: આ એક નવું બ્રાઉઝર છે, જે યુઝર્સને નવા ઓનલાઇન મીડિયા એક્સપીરિયંસ આપે છે. આ વેબ ડાઉનલોડ્સનું ઘણું એક્સલેરેટ એટલે કે ઝડપી ડાઉનલોડ કરવા માટે બેસ્ટ બ્રાઉઝર છે.
ઇન્ટરનેટનો ઝડપી ઉપયોગ કરવા માટે આ 10 બ્રાઉઝર શ્રેષ્ઠ
મોઝિલા ફાયરફોક્સ: મોઝિલાનું મોટાભાગે ઉપયોગ એ લોકો કરે છે જે ઇન્ટરનેટ પર સિક્યોર બ્રાઉઝિંગ માટે ખૂબ જ જાગૃત હોય છે. આ ખૂબ જ ઝડપી અને ફુલ ફીચર્ડ બ્રાઉઝર છે. ફાયરફૉક્સમાં પૉપ અપ બ્લૉકિંગ, ટેબ બ્રાઉઝિંહ, ઇંટીગ્રેટેડ ગૂગલ સર્ચ, પ્રાઇવસી કંટ્રોલ્સની સાથે એવી સુવિધા આપે છે જેમાં વધુમાં વધુ બ્રાઉઝ વિંડોને ખોલી શકાય છે.

2004માં આ બ્રાઉઝર લોન્ચ કરાયું હતું. વિંડોઝ ઑપરેટિંગ સિસ્ટમ પ્લેટફોર્મનું ડિફોલ્ટ બ્રાઉઝર ઇન્ટરનેટ એક્સપ્લૉરર છે. પરંતુ સિક્યોરિટીની દ્રષ્ટિથી મોઝિલા તેનાથી કયાંય આગળ છે.

મોઝિલામાં વેબ બ્રાઉસિંગના લગભગ તમામ ફીચર્સ છે. ખૂબસૂરત થીમ્સ, સુંદર એડ્રેસ બાર. ટેબ્ડ બ્રાઉઝિંગ, એક્સટેંશન્સ, પાસવર્ડ મેનેજર, પ્રાઇવેટ સેશન બ્રાઉઝિંગ, ફાયરફોક્સ સિંક ખૂબ જ શ્રેષ્ઠ ફીચર્સમાંથી એક છે.

મોઝિલામાં અસંખ્ય પ્લગ ઇન્સ છે, જે વેબ બ્રાઉજિંગના એક્સપિરિઅન્સને શ્રેષ્ઠ બનાવે છે. લગભગ તમામ વેબસાઇટ્સની સાથે આ બ્રાઉઝર્સની કૉમ્પેટિબિલિટી છે. આ યુઝર ફ્રેન્ડલી પણ છે. વેબ બેસ્ડ ગેમ્સ રમવા માટે ફાયરફોક્સ બેસ્ટ છે.

ઇન્ટરનેટનો ઝડપી ઉપયોગ કરવા માટે આ 10 બ્રાઉઝર શ્રેષ્ઠ
ગૂગલ ક્રોમ: દુનિયામાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ખૂબ જ ઝડપી બ્રાઉઝર અને યુઝર ફ્રેન્ડલી છે. તેના એડ્રેસ અંગે ટાઇપ કરતાં જ સર્ચ સજેશન્સ અને વેબસાઇટ માટે સજેશન્સ આવવા લાગે છે. એડ્રેસ બારની ઉપર આવતા ટેબ્સ પર ક્લિક કરીને વેબપેજીસ સરળતાથી એક્સેસ કરી શકાય છે.

ગૂગલ ક્રોમ 2008માં પહેલી વખત રિલીઝ કરાયું અને એ પણ ખૂબ જ પ્રખ્યાત બ્રાઉઝર છે. આ વેબકિટ એન્જિનનો ઉપયોગ કરે છે.

ગૂગલના કેટલાંક એક્સલૂઝિવ ફીચર્સ છે જે તેના ગ્રેટ બ્રાઉઝરની કેટેગરીમાં લાવે છે. આ લાઇટવેટ છે અને ફાસ્ટ કામ કરે છે. તેમાં પીડીએફ સહિત અન્ય ફીચર્સ ઇનબિલ્ટ છે. તેના સિક્યોરિટી ફીચર્સ પણ સારા છે.

મોઝિલાની સાથે તેનો માર્કેટ વૉર ચાલે છે.

ઇન્ટરનેટનો ઝડપી ઉપયોગ કરવા માટે આ 10 બ્રાઉઝર શ્રેષ્ઠ
ઇન્ટરનેટ એક્સપ્લોરર: મોટાભાગની ઑફિસોમાં કામ આવનાર સોફ્ટવેર્સ ઇન્ટરનેટ એક્સપ્લોરર અથવા તો મોઝિલા પ્લેટફોર્મ પર કામ કરનાર હોય છે. આ દ્રષ્ટિથી આ બ્રાઉઝર આજે પણ યુઝર્સમાં લોકપ્રિય છે.

માઇક્રોસોફ્ટના વિંડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં આ પહેલેથી જ હાજર હોય છે આથી તેનાથી લોકો પહેલાંથી પરિચિત છે.

આ પણ એક ફાસ્ટ બ્રાઉઝર છે અને તેમાં સ્પીડ એક્સલેરેટર લાગેલું છે જે વેબ બ્રાઉઝિંગને ફાસ્ટ બનાવે છે. સાથો સાથ તેમાં પણ વેબ સર્ચ, ટ્રાંસલેશન, ઇમેલ, બ્લૉગિંગની સાથે શ્રેષ્ઠ પ્રાઇવેટ પ્રોટેક્શન ફીચર્સ છે.

વિંડોઝ 1995 ઑપરેટિંગ સિસ્ટમની સાથે આ બ્રાઉઝર અસ્તિત્વમાં આવ્યું હતું અને માર્કેટમાં તેની ઘણી રેપ્યુટેશન જોવા મળી. ત્યારે તેને ટક્કર આપનાર કોઇ બ્રાઉઝર આવ્યું નહોતું. લોકો ઇન્ટરનેટ વેબ બ્રાઉજિંગનો મતલબ ઇન્ટરનેટર એક્સપ્લોરર સમજતા હતા.

2002-03મા આ બ્રાઉઝરે માર્કેટનો 95 ટકા હિસ્સો પ્રાપ્ત કરી લીધો પરંતુ હવે તેનો હિસ્સો ખૂબ જ ઘટી ગયો છે.

વિંડોઝ 7 માટે નવા ઇન્ટરનેટ એક્સપ્લોરર 9ની ડિઝાઇન ચેન્જ કરાઇ છે અને તેને શ્રેષ્ઠ બનાવાઇ છે.

ઇન્ટરનેટનો ઝડપી ઉપયોગ કરવા માટે આ 10 બ્રાઉઝર શ્રેષ્ઠ
ઓપેરા: આજના વેબ બ્રાઉઝરની જરૂરિયાતના હિસાબથી ઓપેરામાંથી તમે બધુ જ મેળવી શકો છો. આ લાઇટવેટ અને ફાસ્ટ છે. આ બ્રાઉઝરની ખાસ વાત એ છે કે તેમાં ઓપેરા ટર્બો લાગેલું છે, જે સ્લો ઇન્ટરનેટ કનેક્શન પર વેબ બ્રાઉઝિંગને વધુ ફાસ્ટ કરે છે.

ઓપેરા ટર્બો જેવા ફીચર અન્ય બ્રાઉઝરમાં નથી. ઓપેરામાં તેની સાથે ઓપેરા લિંક અને ઓપેરા યુનાઇટ જેવા ફીચર્સ હોય છે. તેમાં ઓપેરા યુનાઇટ દ્વારા ફોટો, મ્યુઝિક, અને ફાઇલ્સ શેર કરી શકાય છે.

ઓપેરા પહેલાં પેડ બ્રાઉઝર હતું, પરંતુ હવે આ ફ્રી છે. તેનું મિની વર્ઝન 'ઓપેરા મિની' મોબાઇલ યુઝર્સની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. મોટાભાગે મોબાઇલ કંપનીઓએ તો ઓપેરાને ડિફોલ્ટ બ્રાઉઝરના રૂપમાં સેટઅપ કરી રાખ્યું છે.

ઓપેરા પણ સેફ અને ફાસ્ટ બ્રાઉઝર છે.

ઇન્ટરનેટનો ઝડપી ઉપયોગ કરવા માટે આ 10 બ્રાઉઝર શ્રેષ્ઠ
સફારી: સફારી બ્રાઉઝર એપલ કંપનીનું છે. આ બ્રાઉઝરનો ઇંટરફેસ ખૂબ જ સિંપલ છે અને મોઝિલા, ક્રોમ અને ઓપેરાની જેમ જ તેમાં ઢગલાબંધ ફીચર્સ છે.

મોઝિલા, ક્રોમ, ઓપેરા, ઇન્ટરનેટ એક્સપ્લોરર, અને સફારી આ ટોપ ફાઇવ બ્રાઉઝર છે. ત્યારબાદ અન્ય બ્રાઉઝર પણ છે જના અંગે તમે આગળ જાણશો.

એપલ સફારી ખૂબ જ ફાસ્ટ વેબ બ્રાઉઝર છે. તેને 2003માં રિલીઝ કરાયું. એપલની મૈક ઑપરેટિંગ સિસ્ટમમાં તેને ડિફૉલ્ટ બ્રાઉઝરના રૂપમાં અપાય છે. સફારીની સૌથી મોટી ખાસિયત ફાસ્ટ બ્રાઉજિંગ છે. મૈક ઑપરેટિંગ સિસ્ટમ પર આ બેસ્ટ બ્રાઉઝર છે.


અવંત બ્રાઉઝર: આ એક ઇન્ટરનેટ એક્સપ્લોરર બેસ્ડ વેબ બ્રાઉઝર છે. આ પણ એક ફાસ્ટ બ્રાઉઝર છે પરંતુ તેની લોકપ્રિયતા ઓછી છે.

આ ખૂબ જ સિંપલ બ્રાઉઝર છે. જોકે, તેમાં ગૂગલ ક્રોમ કે ફાયરફૉક્સ જેવા ફીચર્સ તો નથી. છતાંય પણ આ ઓપેરાના લેવલનું બ્રાઉઝર ચોક્કસ છે. કેટલાંય સારા વેબપેજીસ ઇન્ટરનેટ એક્સપ્લોરર પર લોડ થવામાં મુશ્કેલી પેદા કરી છે. તો અવંત બ્રાઉઝર પર સરળતાથી ખૂલે છે.

આ ખૂબ લો મેમેરીનો ઉપયોગ કરનાર બ્રાઉઝર છે. તેમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ છે. તેના લીધે અવંતમાં વેબસાઇટ ક્રેશ થવાની ધારણા ઓછી રહી છે.
ઇન્ટરનેટનો ઝડપી ઉપયોગ કરવા માટે આ 10 બ્રાઉઝર શ્રેષ્ઠ
રૉકમેલ્ટ: આ નવા પ્રકારના બ્રાઉઝરનો ગૂગલ ઓપેન સોર્સ ક્રોમિયમ પ્રોજેક્ટની અંતર્ગત બનાવાયું છે. આ એક શેરિંગ બ્રાઉઝર છે. જેમાં ફેસબુક અને ચેટ જેવા ફીચર્સ છે. તો ફેવરેટ વેબસાઇટ્સના અપડેટ્સ પણ તેમાં મળી રહ્યા છે. આ ગૂગલ ક્રોમની જેમ કામ કરે છે અને તેને એક્ટેંશન્સ અને એડ ઑન્સને સપોર્ટ કરે છે.

આ સોશયલ મીડિયા વેબ બ્રાઉઝર છે. કારણ કે તેમાં ટ્વિટર, ફેસબુક, અને ગૂગલ સર્ચ ઇંટિગ્રેટેડ છે. રૉકમેલ્ટમાં ફેસબુક સાઇડબાર છે. તેના દ્વારા સીધું બ્રાઉઝર દ્વારા જ ફેસબુક ફ્રેન્ડસના કૉન્ટેક્ટમાં રહી શકે છે. સાથો સાથ ફેસબુક ચેટ પણ છે. ફેસબુક સ્ટેટસ અપડેટ પણ કરી શકાય છે.

ઇન્ટરનેટનો ઝડપી ઉપયોગ કરવા માટે આ 10 બ્રાઉઝર શ્રેષ્ઠ
સીમંકી: સીમંકી એક એવું બ્રાઉઝર છે, જેમાં વેબ બ્રાઉજિંગની સાથોસાથ ઇ-મેલ અને અન્ય ફીચર્સ છે. સીમંકી બ્રાઉઝર મોઝિલા સોર્સ કોડનો ઉપયોગ કરીને બન્યું છે. આથી આ સિક્યોર બ્રાઉઝર છે. આ બ્રાઉઝરમાં મોઝિલાના તમામ સિક્યોરિટી ફીચર્સ છે.

આ ઓનલાઇન થનાર ખતરાઓથી બચવા માટે કરાય છે. આ વાયરસ, રૂટકિટ્સ, અને ફિશિંગ વેબસાઇટ્સને રોકે છે. પરંતુ આ બ્રાઉઝરની સૌથી મોટી ખામી એ છે કે તે ખૂબ જ સ્લો બ્રાઉઝર છે.

મૈક્સથૉન: આજકાલ આ બ્રાઉઝર ઝડપથી લોકપ્રિય થઇ રહ્યું છે. ચાઇના બેસ્ડ આ બ્રાઉઝરનો લુક ખૂબ જ કૂલ છે અને આ યુઝર ફ્રેન્ડલી પણ છે. આ બ્રાઉઝરના મેન ફીચર્સમાં 'ડ્રેગ એન્ડ ડ્રૉપ' સામેલ છે. 'ડ્રેગ એન્ડ ડ્રૉપ' દ્વારા કોઇપણ વર્ડ ફાઇલ કે ઇમેલ કે બીજી કોઇ જગ્યાએથી લિંક ડ્રેગ કરીને બ્રાઉઝરને વેબ એડ્રેસ સ્પેસમાં નાંખી શકાય છે.

માઉસના મુવમેન્ટથી એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જઇ શકાય છે. પરંતુ મેક્સથૉન સિક્યોર બ્રાઉઝર નથી અને નહીં તો તે ફાસ્ટ છે. આ એક મોટી ખામી છે.

No comments:

Post a Comment