Friday, January 18, 2013

ગુગલ બિઝનેસ નેટોલોજી

ઈન્ટરનેટ પર બહુ ઉપયોગી એવા ગુગલે કેવી રીતે પોતાના વ્યાપ અને બિઝનેસ વધાર્યા છે તે પર નજર નાખવા જેવી છે. ગુગલની મેલ સર્વિસનો વ્યાપ એટલો મોટે પાયે વઘ્યો કે ઈ-મેલના વપરાશકારો પૈકી ૬૦ ટકા લોકો જી-મેલ વાપરતા થઈ ગયા છે. જી-મેલ શરૂઆતમાં અનલીમીટેડ માટે ઓફર કરતું હતું. પરંતુ હવે જી-મેલ પર મેસેજ મળવા લાગ્યા છે કે તમારા મેલ બોક્સની સ્ટોરેજ કેપેસીટી વધારો, તે માટે ઈ-મેલ બોક્સમાંના મેલ ઓછા કરો. આ સમય દરમ્યાન આઉટ ગોઈંગ મેલ બંધ કરી દેવાય છે. જેમાં મેલ બોક્સની કેપેસીટી વધારવા ૨.૨૫ ડોલર ભરવા જણાવાય છે. અર્થાત્‌ અંદાજે ૧૧૦ રૂપિયા થાય!! વિચાર કરો કે વિશ્વમાં લાખો લોકો પાસે જી-મેલ હશે. જેણે ગુગલ એકાઉન્ટ અનલીમીટેડ સ્પેસ લીધી હશે તે બધાને આવી સ્થિતિ થઈ છે.
એવી જ રીતે ગુગલની બ્લોગ સિસ્ટમ વાપરનારાને થયું છે. ગુગલ બ્લોગ ફ્રી છે એમ કહીને તેના પર એકાઉન્ટ ખોલવા સર્ફીંગ કરનારાઓને આમંત્રવામાં આવ્યા હતા. હવે આ બ્લોગ વાપરનારાઓને પણ સ્પેસની સમસ્યા નડવા લાગી છે અને તેમને પણ ૨.૨૫ ડોલર ભરવા જણાવાય છે.
જે લોકો ગુગલ મેલનો સામાન્ય ઉપયોગ કરે છે તેમને કોઈ સમસ્યા નથી નડવાની તે પણ હકીકત છે.

No comments:

Post a Comment